ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આખરે પાકિસ્તાન ઝૂકવું પડ્યું છે
પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (સમીક્ષા અને પુનર્વિચારણા) અધ્યાદેશ 2020 ને મંજૂરી આપી દીધી છે.
આ વટહુકમ બાદ હવે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કોઈ પણ હાઈકોર્ટમાં સજાની વિરુદ્ધ અપીલ કરવાનો અધિકાર મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ નૌકા અધિકારી કુલભૂષણ જાધવ વર્ષ 2016 થી પાકિસ્તાનની જેલમાં બંધ છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીએ કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કર્યું હતું.