ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓક્ટોબર, 2021
રવિવાર.
ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી લાંબા સમયથી બંધ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કટોકટીમાં છે કારણકે, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝે આપેલા નિવેદન પર ભારે ચર્ચા થઈ છે. તેણે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ ભારતીય ક્રિકેટ બોર્ડ પર નિર્ભર છે.
ઈસ્લામાબાદમાં આંતરિક બાબતો પરની સેનેટ સમક્ષ બોલતા રમીઝે કહ્યું હતું કે “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના નાણાં પર આધાર રાખ્યા વગર આત્મનિર્ભર હોવું જોઈએ. ICC ને 90 ટકા આવક ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી મળે છે. જો ભારતીય ક્રિકેટ બોર્ડ ICCને પૈસા ચૂકવવાનું બંધ કરે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ રસ્તા પર આવી જશે. કારણકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ICCને શૂન્ય ટકા પૈસા આપે છે. તેથી, પીસીબીને આત્મનિર્ભર બનવું જોઈએ અને તેની પોતાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ.”
ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ અન્ય એક આરોપમાં ગુનેગાર સાબિત થયો; જાણો વિગત
જો પાકિસ્તાન આગામી ટી 20 વર્લ્ડકપમાં ભારતને હરાવે છે, તો એક વ્યાવસાયિકે PCB ને કોરો ચેક આપવાનું નક્કી કર્યું છે, એમ રમીઝે જણાવ્યું હતું. ઉપરાંત, જો PCB આર્થિક રીતે મજબૂત હોત તો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોએ તેમનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો ન હોત. તેમણે એ પણ જણાવ્યું કે ક્રિકેટરોનો પગાર વધારીને એક લાખ કરવામાં આવ્યો છે.
અગાઉ, ક્રીકબઝને આપેલા એક ઈન્ટરવ્યુમાં રમીઝે કહ્યું હતું કે, “આગામી ટી 20 વર્લ્ડ કપમાં ભારત સાથે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સાથે પાકિસ્તાનનું લક્ષ્ય હશે. ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પ્રવાસ રદ કરીને સારું કર્યું નથી. અમે ક્રિકેટ મેદાન પર બદલો લઈશું. જ્યારે આપણે આ દેશોની મુલાકાત લઈએ છીએ, ત્યારે અમે તમામ નિયમોનું પાલન કરીએ છીએ. પરંતુ તેમણે પ્રવાસ રદ કર્યો, તે અમારા માટે એક બોધપાઠ હતો.”
