ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 ઓક્ટોબર, 2021.
શનિવાર.
ચીન માં કોરોનાની વાપસીએ સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે.
અહીં નવા કેસો સતત વધી રહ્યા છે અને તેને જોતા ચીનની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
ચીને અસંખ્ય ફ્લાઈટને રદ્દ કરી છે. આ સાથે જ ઘણી શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે.
આ ઉપરાંત સંક્રમણવાળી જગ્યાઓ પર મનોરંજનના સ્થળો બંધ કરી દેવામાં આવ્યા છે
કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ લગાવી દીધું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હવે ચીને ફરી એકવાર દરેકનું ટેન્શન વધારી દીધું છે.
