Site icon News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024: પેરિસમાં ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પહેલા હંગામો, આગચંપી અને તોડફોડ, રેલ નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત..

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024 ગુરુવારથી શરૂ થઈ રહી છે. ફ્રાન્સની રાજધાનીમાં ખેલાડીઓ એકઠા થયા છે અને સીન નદી પર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ દરમિયાન ફ્રાન્સની હાઈસ્પીડ રેલ્વે લાઈનો પર હુમલો કરવામાં આવ્યો છે. આ કારણે ઓલિમ્પિકની શરૂઆત પહેલા પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે.

Paris Olympics 2024France high-speed rail hit by acts of vandalism hours before Olympics opening

Paris Olympics 2024France high-speed rail hit by acts of vandalism hours before Olympics opening

 News Continuous Bureau | Mumbai

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીના કલાકો પહેલા જ ફ્રાન્સની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રીય રેલ ઓપરેટર SNCF એ માહિતી આપી છે કે તેના હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડની ઘણી ઘટનાઓ બની હતી, જેના કારણે મોટા પાયે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

Join Our WhatsApp Channel

Paris Olympics 2024: પડોશી દેશો બેલ્જિયમ અને લંડન જતી ટ્રેનો પણ ખોરવાઈ ગઈ

અહેવાલો અનુસાર રેલવે લાઇન પર આગચંપી કરવામાં આવી હતી. આ દૂષિત કૃત્યથી વાહનવ્યવહાર વ્યવસ્થાને અસર થઈ છે.  ફ્રાન્સના પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ વિસ્તારની રેલ્વે લાઈનો પ્રભાવિત થઈ છે. આ કારણે માત્ર સ્થાનિક ટ્રેનો જ નહીં પરંતુ ચેનલ ટનલ દ્વારા પડોશી દેશો બેલ્જિયમ અને લંડન જતી ટ્રેનો પણ ખોરવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ તોડફોડ અને આગચંપીના કારણે થયેલા નુકસાનને રિપેર કરવામાં ઓછામાં ઓછો રવિવાર સુધીનો સમય લાગી શકે છે. ફ્રેન્ચ ટ્રેન ઓપરેટર કંપની SNCFએ શુક્રવારે (26 જુલાઈ) પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહ પહેલા આ સમગ્ર મામલાની જાણકારી આપી છે. 

Paris Olympics 2024: ફ્રાંસના સરકારી અધિકારીઓએ સખત નિંદા કરી 

ફ્રેન્ચ સત્તાવાળાઓએ રાષ્ટ્રીય પોલીસની આગેવાની અનુસાર કેસની તપાસ શરૂ કરી છે. SNCF એ આ ઘટનાઓને ‘દૂષિત કૃત્યો’ તરીકે વર્ણવી છે, પરંતુ તોડફોડ વિશે વધુ માહિતી આપી નથી. પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના કલાકો પહેલા બનેલી આ ઘટનાની ફ્રાંસના સરકારી અધિકારીઓએ સખત નિંદા કરી છે. ફ્રાન્સના ઘણા ભાગોમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પેરિસ ઓલિમ્પિક સાથે તેનો સીધો સંબંધ છે કે નહીં.

આ સમાચાર પણ વાંચો  :  મેડલ જીત્યા પછી ખેલાડીઓ દાંતથી મેડલ કેમ ચબાવે છે ખેલાડી? કારણ જાણીને તમને નવાઈ લાગશે…

Paris Olympics 2024: 8 લાખ રેલવે મુસાફરોને અસર

અહેવાલ મુજબ, ફ્રાન્સના રમત મંત્રીએ આ હિંસા પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને તેને ભયાનક ગણાવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમતને લક્ષ્ય બનાવવું એ ફ્રાન્સને જ લક્ષ્ય બનાવવા સમાન છે. તે જ સમયે, ફ્રાન્સના પરિવહન પ્રધાને રેલ નેટવર્ક સામેના આ હુમલાઓને ગુનાહિત ગણાવ્યા છે. SNCFના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયરે કહ્યું છે કે લગભગ 8 લાખ મુસાફરો આનાથી પ્રભાવિત થયા છે.

Paris Olympics 2024:સીન નદી પર પેરિસ ઓલિમ્પિક્સનો ઉદ્ઘાટન સમારોહ

પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ ફ્રાન્સમાં અનોખી શૈલીમાં યોજાવા જઈ રહ્યો છે. ઉદઘાટન સમારોહનો સમગ્ર કાર્યક્રમ એફિલ ટાવર અને સીન નદી ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં 10500 ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત હજારો દર્શકો અને મહેમાનો આ કાર્યક્રમમાં આવવાના છે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાય છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. પરંતુ જોવાનું એ રહે છે કે ફ્રાન્સના રેલ નેટવર્ક પરના આ હુમલાથી ઉદ્ઘાટન સમારોહ પર કોઈ અસર પડશે કે નહીં.

Economics Nobel Prize Awarded અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર રોબર્ટ હોલ અને માઇકલ વુડફોર્ડને એનાયત આર્થિક સ્થિરતાના ગ્રાઉન્ડબ્રેકિંગ મોડલ માટે કરાઈ પસંદગી
Russian Diesel Deal Trump Opposition રશિયા સાથે ડીઝલ ડીલ મામલે ટ્રમ્પ સામે અમેરિકી સેનેટમાં વિરોધ, ૧૮ ઓક્ટોબર કેમ બની ગઈ ભારત માટે સૌથી મહત્વની તારીખ?
MT Petro Dolphin Drone Attack Hormuz હોર્મુઝની ખાડીમાં જહાજ પર ભયાનક એટેક! ઓઇલ ટેન્કર પરથી ૨ ભારતીય નાવિકો ગુમ FSUI ની વિદેશ મંત્રાલયને ઈમરજન્સી અપીલ
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”
Exit mobile version