ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
તાલિબાને ભલે અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોય, પરંતુ તેની સામે મહિલાઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આથી ડરી ગયેલા તાલિબાને હવે આવા પ્રદર્શન પર કમર કસવાની તૈયારી કરી લીધી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રદર્શનને રોકવા માટે તાલિબાને ઘણા નિયમો બનાવ્યા છે. આ અંતર્ગત વિરોધ કરતા પહેલા ન્યાય મંત્રાલય પાસેથી પરવાનગી લેવી પડશે.
સાથે જ મંત્રાલયને વિરોધનો હેતુ, સૂત્ર, સ્થાન, સમય અને અન્ય વિગતો આપવી પડશે.
આ ઉપરાંત, સુરક્ષા એજન્સીઓને પણ 24 કલાક અગાઉ કામગીરી વિશે જાણ કરવી પડશે.
કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાન સામે દેશમાં વધી રહેલા વિરોધ બાદ તેમણે આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે મહિલાઓ તાલિબાન સામે સતત વિરોધ કરી રહી છે.
બાપરે! ચાર વર્ષથી ગાગરમાં ફસાયેલું મોઢું લઈને શ્વાન ફરતો રહ્યો; આ રીતે માંડ માંડ બચ્યો