Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકન મેગેઝીનનો ચોંકાવનારો દાવો, ભારતીય પત્રકારની હત્યાનું પાપ તાલિબાનોએ કર્યું, પહેલા જીવતો પકડ્યો પછી ઘાતકી હત્યા કરી

ભારતના ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીના અફઘાનિસ્તાનમાં મૃત્યુના મામલામાં એક અમેરિકન મેગેઝિને એક નવો દાવો કર્યો છે. 

અમેરિકાની એક મેગેઝિનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દાનિશ સિદ્દીકી ના તો અફઘાનિસ્તાનમાં ગોળીબારીમાં ફસાઇને માર્યો ગયો અને ના તો તે ઘટના દરમિયાન. પણ તાલિબાન તરફથી તેની ઓળખ પુષ્ટિ કર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે આ હુમલા દરમિયાન દાનિશ સિદ્દીકીને છરા લાગ્યા હતા અને તે અને તેની ટીમ એક સ્થાનિક મસ્જિદમાં ગયા હતા જ્યા તેને શરૂઆતની સારવાર મળી હતી. 

જોકે, જેવા જ આ સમાચાર ફેલાયા કે એક પત્રકાર મસ્જિદમાં છે, તાલિબાને હુમલો કર્યો હતો. સ્થાનિક તપાસથી ખબર પડી કે તાલિબાને દાનિશ સિદ્દીકીની હાજરીને કારણે મસ્જિદ પર હુમલો કર્યો હતો.

આ પહેલાં એવી માહિતી પ્રકાશમાં આવી હતી કે પુલિત્ઝર અવોર્ડ વિજેતા દાનિશની ગત 16 જુલાઈએ તાલિબાન અને અફઘાન સેનાની ક્રોસ ફાયરિંગમાં મૃત્યુ થયુ હતું. તે રોઇટર્સ તરફથી આ સંઘર્ષને કવર કરી રહ્યા હતા.  

સાવધાન! ઉત્તર મુંબઈ હજી કોરોનાના સકંજામાં, સૌથી વધુ ઍક્ટિવ કેસ આ ગુજરાતી વિસ્તારમાં નોંધાયા; જાણો વિગત

US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Xi Jinping India Visit શી જિનપિંગ 67 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે ભારત પ્રવાસે, જાણો મુલાકાતના મુખ્ય મુદ્દાઓ
Apple iPhone Duo Price પાકિસ્તાનમાં Foldable iPhone ની કિંમતમાં ભારતમાં એક રૂમ બંધાઈ જશે, iPhone Duo ની કિંમત ચર્ચામાં
Vijay Mallya Statement ‘કોકરોચ બની જાઉં, કદાચ જિંદગી વધુ સારી હોય’ વિજય માલ્યાનું વિવાદાસ્પદ નિવેદન અને ઇડીની રિકવરી પર દાવો
Exit mobile version