News Continuous Bureau | Mumbai
PM Modi G20 Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશન પર જી 20 સમિટના સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હીમાં આયોજિત જી 20 સમિટ દરમિયાન જૂથે 2030 સુધીમાં ઊર્જા કાર્યક્ષમતાને ત્રણ ગણી અને ઉર્જા ક્ષમતા દરને બમણો કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે આ સતત વિકાસ પ્રાથમિકતાઓને આગળ વધારવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો હતો.
પ્રધાનમંત્રીએ સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત ( G20 Summit ) દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતે છેલ્લા દસ વર્ષમાં 40 મિલિયન પરિવારોને આવાસ પૂરા પાડ્યા છે; છેલ્લા પાંચ વર્ષમાં 120 મિલિયન ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવ્યું છે; 100 મિલિયન પરિવારોને શુદ્ધ ભોજન પકાવવા માટે ઇંધણ અને 115 મિલિયન પરિવારો શૌચાલય ઉપલબ્ધ કરાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : AIPSC Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું 50મી AIPSCને સંબોધન, કહ્યું, ‘આ પાંચ ક્ષેત્રોમાં કાયદા અમલીકરણ એજન્સીઓએ ગુનેગારોથી આગળ રહેવું જોઈએ’
ભારત તેની પેરિસ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર પ્રથમ G 20 દેશ ( PM Modi G20 Summit ) છે તે વાત પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાંથી 200 ગીગાવોટ પ્રાપ્ત કરી લેવામાં આવી છે. તેમણે ( Narendra Modi ) ભારત દ્વારા ઉઠાવેલી વૈશ્વિક પહેલો અંગે પણ વાત કરી, જેમ કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપદાનો સામનો કરવા માળખાકીય સુવિધા માટે ગઠબંધન, મિશન લાઈફ, વન સન વન વર્લ્ડ વન ગ્રિડ અને એક સ્થાયી ગ્રહને પ્રોત્સાહન આપવા માટે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ સામેલ છે. ગ્લોબલ સાઉથ, ખાસ કરીને સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સના સતત વિકાસની જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું આહ્વાન કરતાં, પ્રધાનમંત્રીએ ( G20 Brasil ) ત્રીજી વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં ભારત દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક વિકાસ કોમ્પેક્ટને સમર્થન આપવા પર ભાર આપ્યો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.