Site icon

PM Modi ASEAN-India Summit: PM મોદીએ લાઓ PDRમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં લીધો ભાગ, આ 10-સૂત્રીય યોજનાની કરી જાહેરાત.

PM Modi ASEAN-India Summit: પ્રધાનમંત્રીએ લાઓ પીડીઆરમાં 21માં આસિયાન-ઇન્ડિયા સમિટમાં ભાગ લીધો

PM Modi attended the 21st ASEAN-India Summit in Lao PDR

PM Modi attended the 21st ASEAN-India Summit in Lao PDR

 News Continuous Bureau | Mumbai

PM Modi ASEAN-India Summit:  21મી આસિયાન-ઇન્ડિયા સમિટ વિયેન્ટિયાન, લાઓ પીડીઆરમાં યોજાઈ હતી. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીના એક દાયકાને ચિહ્નિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસિયાન-ઇન્ડિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરવા અને સહકારની ભવિષ્યની દિશા નક્કી કરવા આસિયાનનાં નેતાઓ સાથે જોડાણ કર્યું હતું. આ સમિટમાં પ્રધાનમંત્રીની આ 11મી ભાગીદારી હતી.

Join Our WhatsApp Community

પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) આસિયાન એકતા, આસિયાનની મધ્યસ્થતા અને ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલૂક માટે ભારતનાં સાથસહકારની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે 21મી સદીને એશિયાની સદી ગણાવી હતી અને નોંધ્યું હતું કે, ભારત અને આસિયાન દેશો વચ્ચેનાં સંબંધો એશિયાનાં ભવિષ્યને માર્ગદર્શન આપવા માટે મહત્ત્વપૂર્ણ છે. ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીની જીવંતતા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારત-આસિયાન વચ્ચેનો વેપાર બમણો થઈને 130 અબજ ડોલરથી વધારે થઈ ગયો છે. અત્યારે આસિયાન ભારતનાં સૌથી મોટાં વેપારી અને રોકાણનાં ભાગીદારોમાંનું એક છે. આસિયાનનાં સાત દેશો સાથે સીધી ફ્લાઇટ કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં આવી છે; આ પ્રદેશ સાથે ફિન-ટેક સહયોગથી આશાસ્પદ શરૂઆત થઈ છે. અને આસિયાનનાં પાંચ દેશોમાં સહિયારા સાંસ્કૃતિક વારસાની પુનઃસ્થાપનામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પ્રધાનમંત્રીએ આસિયાન-ઇન્ડિયા એફટીએ (એઆઇટીIGA)ની સમીક્ષા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી આસિયાન-ઇન્ડિયા સમુદાયનાં લાભ માટે વધારે આર્થિક સંભવિતતાનો ઉપયોગ કરી શકાય. પ્રધાનમંત્રીએ નાલંદા વિશ્વવિદ્યાલયમાં આસિયાનનાં યુવાનોને પ્રદાન કરવામાં આવતી શિષ્યાવૃત્તિઓ મારફતે ભારત-આસિયાન ( ASEAN-India Summit ) જ્ઞાન ભાગીદારીમાં થયેલી પ્રગતિ વિશે પણ વાત કરી હતી.

PM Modi ASEAN-India Summit: અધ્યક્ષની થીમ “કનેક્ટિવિટી અને રેઝિલિયન્સ વધારવા”ની થીમને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ 10-સૂત્રીય યોજનાની જાહેરાત કરી હતી, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

બેઠકમાં નેતાઓ નવી આસિયાન-ઇન્ડિયા પ્લાન ઑફ એક્શન (2026-2030)ની રચના કરવા સંમત થયા હતા, જે આસિયાન-ઇન્ડિયા ભાગીદારીની સંપૂર્ણ સંભવિતતા હાંસલ કરવામાં બંને પક્ષોને માર્ગદર્શન આપશે અને બે સંયુક્ત નિવેદનો સ્વીકાર્યા હતાં.

આ સમાચાર પણ વાંચો :  Pakistan Balochistan: પાકિસ્તાનમાં ફરી પરિસ્થિતિ તણાવપૂર્ણ, બલૂચિસ્તાન પ્રાંતમાં બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરી આટલા લોકોની કરી હત્યા..

 1) ઇન્ડો-પેસિફિક પર આસિયાન આઉટલુક (એઓઆઇપી)નાં સંદર્ભમાં પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આસિયાન-ઇન્ડિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર સંયુક્ત નિવેદન , ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી (એઇપી)નાં સમર્થન સાથે નેતાઓએ માન્યતા આપી હતી. આસિયાન અને ભારત વચ્ચેની ભાગીદારીને આગળ વધારવામાં ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનું ( East Policy ) પ્રદાન. સંયુક્ત નિવેદનનું સંપૂર્ણ લખાણ અહીં જોઈ શકાશે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ( Digital Transformation ) આગળ વધારવા પર આસિયાન-ઇન્ડિયા સંયુક્ત નિવેદન નેતાઓએ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનાં ક્ષેત્રમાં ભારતનાં નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ડિજિટલ સરકારી માળખાગત સુવિધામાં ભારત સાથેની ભાગીદારીને આવકારી હતી. સંયુક્ત નિવેદનનું સંપૂર્ણ લખાણ અહીં એક્સેસ કરી શકાય છે.

પ્રધાનમંત્રીએ લાઓસનાં ( Lao PDR ) પ્રધાનમંત્રીનો 21માં આસિયાન-ઇન્ડિયા શિખર સંમેલનની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ તથા તેમની ઉષ્મા અને આતિથ્ય-સત્કાર બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં ત્રણ વર્ષમાં કન્ટ્રી કોઓર્ડિનેટર તરીકે સિંગાપોરની રચનાત્મક ભૂમિકા બદલ આભાર પણ માન્યો હતો અને ફિલિપાઇન્સ સાથે કામ કરવા આતુરતા વ્યક્ત કરી હતી, જે ભારત માટે નવા કન્ટ્રી કોઓર્ડિનેટર છે.       

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version