News Continuous Bureau | Mumbai
PM Modi Russia BRICS Summit: હું આજે 16મી બ્રિક્સ સમિટમાં હાજરી આપવા માટે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કઝાનની બે દિવસની મુલાકાતે પ્રયાણ કરી રહ્યો છું.
ભારત બ્રિક્સની ( BRICS Summit ) અંદર ઘનિષ્ઠ સહયોગને મહત્ત્વ આપે છે જે વૈશ્વિક વિકાસલક્ષી એજન્ડા, સુધારેલી બહુપક્ષીયતા, જળવાયુ પરિવર્તન, આર્થિક સહયોગ, સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓનું નિર્માણ, સાંસ્કૃતિક પ્રોત્સાહન અને લોકો વચ્ચેના જોડાણને લગતા મુદ્દાઓ પર સંવાદ અને ચર્ચા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. ગયા વર્ષે નવા સભ્યોના ઉમેરા સાથે બ્રિક્સના વિસ્તરણે વૈશ્વિક ભલાઈ માટે તેની સમાવેશીતા અને કાર્યસૂચિમાં ઉમેરો ( Narendra Modi ) કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Bay of Bengal: સરકારની પૂર્વ તૈયારી, કેબિનેટ સચિવે કરી બંગાળની ખાડીમાં આવનારા ચક્રવાત માટે તૈયારીની સમીક્ષા, આ રાજયોમાં ત્રાટકશે વાવાઝોડું.
જુલાઈ 2024માં મોસ્કોમાં આયોજિત વાર્ષિક શિખર સંમેલનના આધારે, મારી કઝાનની મુલાકાત ભારત અને રશિયા ( PM Modi Russia BRICS Summit ) વચ્ચે વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
હું બ્રિક્સના અન્ય નેતાઓને પણ મળવા આતુર છું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.