Site icon

બાલીમાં યોજાયેલ G-20 સમિટ દેખાઈ PM મોદી અને બાયડનની ભાઈબંધી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ કરી મુલાકાત, જુઓ વીડિયો..

 News Continuous Bureau | Mumbai

ઈન્ડોનેશિયા (Indonesia) ના બાલી (Bali) માં બે દિવસીય G-20 સમિટ આજથી શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Narendra Modi) સમિટમાં ભાગ લેવા માટે સોમવારે રાત્રે અહીં પહોંચ્યા હતા. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આજે ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પર સત્રને સંબોધિત કર્યું. આ સેશનમાં પીએમ મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ (US President joe Biden) જો બિડેન પણ હાજર હતા.

Join Our WhatsApp Community

 

સમિટ દરમિયાન પીએમ મોદી (PM Modi) અને જો બિડેન (Joe Biden) વચ્ચે અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી હતી. ખરેખર, બિડેનની ખુરશી મોદીની ખુરશીની બરાબર બાજુમાં હતી. અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદીથી થોડે દૂર ઉભા હતા.  G20 સમિટની શરૂઆત પહેલાં PM બિડેન મોદી સાથે હાથ મિલાવવા તેમની પાસે આવ્યા હતા. બિડેને ઉષ્માપૂર્વક મોદી સાથે હાથ મિલાવ્યા, જવાબમાં પીએમ મોદીએ પણ તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ત્યાં હાજર હતા.  જોકે આ પહેલા પીએમ મોદી ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન સાથે પણ વાત કરતા જોવા મળ્યા હતા.

 

Bhutan: હવે ટ્રેન થી જઈ શકાશે ભૂટાન…, પડોશી દેશના આ બે શહેરો સુધી મળશે રેલ કનેક્ટિવિટી
Tomahawk Missile: 450 કિલો વોરહેડ, 2500 કિલોમીટર રેન્જ; યુક્રેનને અમેરિકા આપશે ટોમહોક મિસાઇલ, જાણો ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે શું કરી જાહેરાત
H-1B Visa: ટ્રમ્પે આપેલો આઘાત હવે કેનેડા કરશે દૂર, H-1B વીઝા પર PM કાર્ની એ કર્યું મોટું એલાન
Bangladesh idols: બાંગ્લાદેશમાં હિન્દુઓની મૂર્તિઓની તોડફોડનું સત્ર યથાવત; ત્રણ મંડપોમાં મૂર્તિઓનું ખંડન, આટલા મંડપો અસુરક્ષિત
Exit mobile version