Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Javier Milei: PM મોદીએ જી20 સમિટમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

PM Modi Javier Milei: પ્રધાનમંત્રીએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

PM Modi met the President of Argentina Javier Milei

PM Modi met the President of Argentina Javier Milei

News Continuous Bureau | Mumbai

PM Modi Javier Milei: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી20 સમિટની સાથે 19 નવેમ્બરે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહિમ જેવિયર મિલી સાથે મુલાકાત કરી હતી. 

Join Our WhatsApp Community

બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. રાષ્ટ્રપતિ મિલીએ પ્રધાનમંત્રીને ( India Argentina ) તેમના ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મિલીને તેમના પદ સંભાળવા પર હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

બંને નેતાઓએ ( PM Modi Javier Milei ) ગવર્નન્સના વિષય પર સંલગ્ન ચર્ચા કરી હતી અને આ ક્ષેત્રમાં પોતપોતાના અનુભવો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં બંને જીવંત લોકશાહીઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આર્જેન્ટિનાના ટોચના પાંચ વ્યાપારી ભાગીદારોમાં ભારત ઉભરી આવ્યું છે અને તેની સાથે વેપાર અને આર્થિક સંબંધોનું દ્રઢીકરણ અસાધારણ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : MetMess 2024 Ahmedabad: અમદાવાદની ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL)માં MetMess-2024નું થયું ઉદ્ઘાટન, જાણો શું છે આ પરિષદનો ઉદ્દેશ્ય..

બંને દેશો ( Narendra Modi ) વચ્ચે દ્વિપક્ષીય સહયોગ પણ વૈવિધ્યસભર બન્યો છે અને તેમાં ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ, લિથિયમ, તેલ અને ગેસ, નાગરિક પરમાણુ ઊર્જા, અવકાશ, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી પ્રૌદ્યોગિકી સહિત જટિલ ખનિજો જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. નેતાઓએ આર્જેન્ટિના દ્વારા હાથ ધરાયેલા ચાલુ આર્થિક સુધારા અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

બંને ( G20 Summit ) નેતાઓએ ચાલી રહેલા અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી અને બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વિકસાવવા માટે નજીકથી કામ કરવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
US-Iran Islamabad Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ફસાયું પાકિસ્તાન: જાણો કયા મુદ્દે ઈસ્લામાબાદની વાટાઘાટો પડી ભાંગી?
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Exit mobile version