Site icon

PM Modi Keir Starmer G20 : PM મોદીએ ​​બ્રાઝિલના G20 સમિટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર મુક્યો ભાર.

PM Modi Keir Starmer G20 : પ્રધાનમંત્રીએ બ્રિટનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

PM Modi met the Prime Minister of Britain Keir Starmer

PM Modi met the Prime Minister of Britain Keir Starmer

 News Continuous Bureau | Mumbai

PM Modi Keir Starmer G20 :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી મહામહિમ સર કીર સ્ટારમર સાથે મુલાકાત કરી હતી. બંને પ્રધાનમંત્રી વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટારમરને તેમના પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી સ્ટારમરે પણ પ્રધાનમંત્રીને તેમના ઐતિહાસિક ત્રીજી કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. 

Join Our WhatsApp Community

દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં, બંને પ્રધાનમંત્રીઓએ ( PM Modi Keir Starmer G20  ) અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી તકનીકો, સંશોધન અને નવીનતા, ગ્રીન ફાઇનાન્સ અને લોકો વચ્ચેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી. તેઓએ મહત્વના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ સહિત પરસ્પર હિતના મુદ્દાઓ ( G20 Summit ) પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

બંને નેતાઓએ ( Keir Starmer ) વ્હેલી તકે મુક્ત વ્યાપાર કરારની વાટાઘાટો ફરી શરૂ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને વાટાઘાટ કરતી ટીમોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કે જેથી બાકીના મુદ્દાઓને પરસ્પર સંતુષ્ટિ સાથે ઉકેલી શકાય, જેનાથી એક સંતુલિત, પરસ્પર લાભદાયી અને પ્રગતિશીલ મુક્ત વેપાર કરાર થઈ શકે.

વધતા દ્વિપક્ષીય આર્થિક ( G20  ) અને વ્યાપારી સંબંધોના પ્રકાશમાં બંને પક્ષો વચ્ચે વધુ જોડાણ માટેની પૂરતી તકોને ઓળખીને અને યુનાઇટેડ કિંગડમમાં ભારતીય સમુદાયની કોન્સ્યુલર જરૂરિયાતોને વધુ સારી રીતે સેવા આપવાના દૃષ્ટિકોણથી, પ્રધાનમંત્રી મોદીએ યુનાઇટેડ કિંગડમમાં બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં ભારતના બે નવા કોન્સ્યુલેટની સ્થાપનાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી સ્ટારમરેએ આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Gujarat Saraswati River Bridge: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સરસ્વતી નદી પર ‘આ’ બ્રિજ નિર્માણ માટે આપી મંજૂરી, રાજ્ય સરકાર ફાળવશે ૧૪૫ કરોડ રૂપિયા.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) બ્રિટનમાં ભારતના આર્થિક અપરાધીઓના મુદ્દાને સંબોધવાના મહત્વની નોંધ લીધી હતી. બંને નેતાઓ પ્રવાસન અને ગતિશીલતા સંબંધિત મુદ્દાઓ પર પ્રગતિ કરવાની જરૂરિયાત પર પણ સહમત થયા હતા.

બંને નેતાઓએ પોતાના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ભારત-બ્રિટન કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો ભાગ બનેલી વિવિધ સમજૂતીઓના ઝડપી અમલીકરણ તરફ કામ કરવા નિર્દેશ આપ્યો હતો. તેઓએ વારંવાર વધુને વધુ સંવાદ અને ચર્ચાઓ માટેની પણ આશા વ્યક્ત કરી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version