Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Call to Netanyahu: શું ભારત રોકશે ઈઝરાયેલ-ઈરાન મહાયુદ્ધ? પીએમ મોદી અને નેતન્યાહુ વચ્ચે મહત્વની ચર્ચા; ખાડી દેશોમાં શાંતિ માટે ભારતનો માસ્ટરપ્લાન..

PM Modi Call to Netanyahu: ઈરાની હુમલામાં ૧ ભારતીય સહિત ૫૮ લોકો ઘાયલ થયા બાદ પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી; પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવા ભારતનો આક્રમક પ્રયાસ.

PM Modi Speaks to Netanyahu and UAE President Amid Iran Conflict; Urges Cessation of Hostilities and Ensures Safety of Indian Diaspora.

PM Modi Speaks to Netanyahu and UAE President Amid Iran Conflict; Urges Cessation of Hostilities and Ensures Safety of Indian Diaspora.

News Continuous Bureau | Mumbai

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના મોત અને ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ સીધો હસ્તક્ષેપ કર્યો છે. પીએમ મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુને ફોન કરીને ભારતની ચિંતાઓથી વાકેફ કર્યા અને નાગરિકોની સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારત વહેલી તકે યુદ્ધ રોકવાની તરફેણમાં છે.પીએમ મોદીએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી આપી કે તેમણે નેતન્યાહુ સાથે પ્રાદેશિક સ્થિતિ પર ચર્ચા કરી છે. આ પહેલા તેમણે UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પણ વાત કરી હતી. UAE પર થયેલા ઈરાની હુમલામાં એક ભારતીય નાગરિક સહિત ૫૮ લોકો ઘાયલ થયા છે અને ૩ લોકોના મોત થયા છે. પીએમ મોદીએ આ હુમલાની કડક નિંદા કરી અને ખાડી દેશોમાં રહેતા ભારતીયોની સુરક્ષા માટે UAE ના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.

Join Our WhatsApp Channel

ભારતીય સમુદાયની સુરક્ષા સર્વોપરી

પીએમ મોદીએ UAE ના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં UAE ની સાથે છે. UAE માં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. મોદીએ તણાવ ઘટાડવા અને પ્રાદેશિક શાંતિ જાળવવા માટે ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.

આ સમાચાર પણ વાંચો : Air India Flights Cancelled: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર! એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટ અને યુરોપની ફ્લાઈટ્સ પર લીધો મોટો નિર્ણય..

વૈશ્વિક સ્થિતિ અને ભારતની ભૂમિકા

અમેરિકા અને ઈઝરાયેલના ‘ઓપરેશન એપિક ફ્યુરી’ બાદ ઈરાનની સૈન્ય કમાન પડી ભાંગી છે. ખામેનેઈના મૃત્યુથી શિયા મુસ્લિમ દેશોમાં ભારે રોષ છે. આવી સ્થિતિમાં ભારત બંને પક્ષો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખીને મધ્યસ્થી અથવા શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ છે.

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Exit mobile version