Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim વિશ્વ યુદ્ધ રોકનાર ગ્લોબલ લીડર? મોદીએ રશિયાને પરમાણુ હુમલો કરતા કેવી રીતે રોક્યું, પોલેન્ડના મંત્રીએ ખોલ્યું રહસ્ય!

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim પુતિન પીએમ મોદીની વાતોને ગંભીરતાથી લે છે, જો ભારત ઈચ્છે તો રશિયાયુક્રેન યુદ્ધ બંધ કરાવી શકે છે વ્લાદિસ્લાવ ટેઓફિલ

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim વિશ્વ યુદ્ધ રોકનાર ગ્લોબલ લીડર? મોદીએ રશિયાને પરમાણુ હુમલો કરતા કેવી રીતે રોક્યું, પોલેન્ડના મંત્રીએ ખોલ્યું રહસ્ય!

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim વિશ્વ યુદ્ધ રોકનાર ગ્લોબલ લીડર? મોદીએ રશિયાને પરમાણુ હુમલો કરતા કેવી રીતે રોક્યું, પોલેન્ડના મંત્રીએ ખોલ્યું રહસ્ય!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim પોલેન્ડના નાયબ વિદેશ પ્રધાન વ્લાદિસ્લાવ ટેઓફિલ બાર્તોશેવ્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) વૈશ્વિક રાજદ્વારી ભૂમિકાના વખાણ કરતા એક અત્યંત સનસનાટીભર્યો અને મોટો દાવો કર્યો છે. બાર્તોશેવ્સ્કીએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ના અંતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને (Vladimir Putin) યુક્રેનમાં વ્યૂહાત્મક પરમાણુ હુમલો (Tactical Nuclear Attack) કરતા રોકવામાં પીએમ મોદીએ ખુબ જ મહત્વની અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમણે ઉમેર્યું કે પુતિન પીએમ મોદીનો આદર કરે છે અને તેમની સલાહને ગંભીરતાથી સાંભળે છે.

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim – “પુતિન પર પ્રભાવ પાડી શકે તેવા ગણતરીના નેતાઓમાં મોદી સામેલ” – પોલેન્ડ

એક પત્રકાર પરિષદને સંબોધતા પોલેન્ડના મંત્રીએ જણાવ્યું કે, પીએમ મોદી વિશ્વના સૌથી સન્માનિત અને પ્રભાવશાળી રાજનેતાઓમાંના એક છે. ભારત અને રશિયા (તેમજ અગાઉના સોવિયેત સંઘ) વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના અને અત્યંત મજબૂત રહ્યા છે. રાષ્ટ્રપતિ પુતિન ખરેખર પીએમ મોદીના દૃષ્ટિકોણ અને વાતો પર ધ્યાન આપે છે. તેઓ દુનિયાના એવા ગણતરીના નેતાઓમાં સામેલ છે જે રશિયન રાષ્ટ્રપતિ પર હકારાત્મક દબાણ અને પ્રભાવ બનાવી શકે છે. જો ભારત વૈશ્વિક હિતમાં મધ્યસ્થી તરીકે પોતાના પ્રભાવનો ઉપયોગ કરે, તો રશિયા-યુક્રેન યુદ્ધનો (Russia Ukraine War) અંત લાવવાની દિશામાં મોટું યોગદાન આપી શકે છે.

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim – પશ્ચિમ એશિયાના તણાવ પર પણ ભારતના કૂટનીતિક વલણની પ્રશંસા

બાર્તોશેવ્સ્કીએ પશ્ચિમ એશિયામાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ પર પણ ભારતના તટસ્થ વલણને યોગ્ય ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે ભારત એક વિશાળ અને મહત્વપૂર્ણ દેશ છે, જેનું અર્થતંત્ર મહદઅંશે ક્રૂડ ઓઈલ અને ગેસના અવિરત પુરવઠા પર નિર્ભર છે, તેથી તેનું આ વલણ વ્યાજબી છે. પોલેન્ડ પણ ઈરાન સાથે સતત સંપર્કમાં છે અને કૂટનીતિક ઉકેલ લાવવા ઈચ્છે છે. પોલેન્ડ પણ પીએમ મોદીની જેમ જ યુદ્ધને બદલે વાતચીત અને રાજદ્વારી માધ્યમથી વિવાદો ઉકેલવાના પક્ષમાં છે.

PM Modi Stopped Russian Nuclear Attack Poland Claim – પુતિને ભારતને જણાવ્યું હતું ‘મહાન દેશ’, પીએમ મોદીની આર્થિક નીતિઓ પણ બિરદાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલું ભીષણ યુદ્ધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન ગત મહિને સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને એક ‘મહાન દેશ’ ગણાવીને પીએમ મોદીના નેતૃત્વ અને સ્વતંત્ર વિદેશ નીતિના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. પુતિને અમેરિકા તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, રશિયા સાથે સહયોગ ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવા પ્રભાવશાળી નેતા છે જેમના પર કોઈ પણ દેશ દબાણ લાવી શકે નહીં. આ સાથે તેમણે ભારતના ઝડપી આર્થિક વિકાસને (Economic Growth) પીએમ મોદીની નીતિઓનું સફળ પરિણામ ગણાવ્યું હતું.

👉 આ સમાચાર વાચો:
Donald Trump Strait of Hormuz Toll U Turn હોર્મુજ પર ટોલ ટેક્સ વસૂલવાના નિર્ણયથી પાછા હઠ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, ગલ્ફ દેશો સાથે નવી ડીલની જાહેરાત!

China Ladakh Territorial Claim સમગ્ર લદ્દાખ અમારું, ભારતે ગેરકાયદે કર્યો કબજો ચીનના ઉશ્કેરણીજનક દાવાથી ખળભળાટ, બંને દેશો વચ્ચે ફરી તણાવ
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Trump Stimulus Checks ચૂંટણી પહેલાં મોટો દાવ! ટ્રમ્પે $૫૦૦ના ચેક મોકલવાનું શરૂ કર્યું, અમેરિકન રાજકારણમાં ગરમાવો
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Exit mobile version