News Continuous Bureau | Mumbai
PM Modi Guyana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20-21 નવેમ્બર 2024 દરમિયાન ગુયાનાની રાજકીય યાત્રા અંતર્ગત આજે જ્યોર્જટાઉન પહોંચ્યા હતા. 56 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાની આ પ્રથમ મુલાકાત છે. વિશેષ સન્માન તરીકે, એરપોર્ટ પર આગમન થતાં ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી અને ગુયાનાના પ્રધાનમંત્રી માનનીય બ્રિગેડિયર (નિવૃત્ત) માર્ક એન્થોની ફિલિપ્સ દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ સમારોહમાં ગુયાના સરકારના એક ડઝનથી વધુ કેબિનેટ મંત્રીઓ પણ હાજર હતા.
Landed in Guyana a short while ago. Gratitude to President Dr. Irfaan Ali, PM Mark Anthony Phillips, senior ministers and other dignitaries for coming to receive me at the airport. I am confident this visit will deepen the friendship between our nations. @presidentaligy… pic.twitter.com/B5hN0R96ld
— Narendra Modi (@narendramodi) November 20, 2024
હોટેલ પર આગમન થતા જ પ્રધાનમંત્રીનું ( Narendra Modi ) સ્વાગત રાષ્ટ્રપતિ અલીની સાથે-સાથે બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી અને ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ ડિકોન મિશેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીનું ભારતીય સમુદાય અને ગુયાના કેટલાક કેબિનેટ મંત્રીઓની હાજરીમાં ભારત-ગુયાના પ્રવાસીઓ દ્વારા ભવ્ય અને રંગારંગ સ્વાગત કરવામાં આવ્યું હતું.
A heartfelt thank you to the Indian community in Guyana for their warm and spirited welcome.
They have shown that distance is never a barrier to staying connected to one’s roots. Glad to see the community making a mark here across different sectors. pic.twitter.com/BED9nxnEuZ
— Narendra Modi (@narendramodi) November 20, 2024
આ સમાચાર પણ વાંચો : PM Modi G20 Summit: PM મોદીએ સતત વિકાસ અને ઉર્જા પરિવર્તન પર જી20 સત્રને કર્યું સંબોધિત, ભારત દ્વારા ઉઠાવેલી આ વૈશ્વિક પહેલો અંગે કરી વાત..
એરપોર્ટ અને હોટલમાં સ્વાગતની વચ્ચે ગુયાના સરકારનું સમગ્ર કેબિનેટ હાજર હતું. ભારત-ગુયાનાની ગાઢ મિત્રતાના પ્રમાણપત્ર તરીકે, જ્યોર્જટાઉનના મેયરે પ્રધાનમંત્રીને ( Narendra Modi Guyana ) ” જ્યોર્જટાઉન શહેરની ચાવી” સોંપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)