વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે બે દિવસમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્યાંના મંદિરોમાં ફરીને પૂજા અર્ચન કરી રહ્યા છે.જેની સીધી અસર પશ્ચિમ બંગાળમાં ચાલતી ચૂંટણી પર થવાની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરોની મુલાકાત લે તેવી નવી બાબત નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ જ્યારે જામ્યો છે,અને બરાબર એ જ સમયે નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના કોઈ ચોક્કસ મંદિરની મુલાકાત લે એ બાબત નવાઈ પમાડે તેવી છે.વાત એમ છે કે બાંગ્લાદેશનુ એ મંદિર મતુઆ સમુદાયની આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર છે. જ્યારે મતુઆ સમુદાયનો સીધો પ્રભાવ પશ્ચિમ બંગાળની 70 સીટો પર છે. જોકે ખાસ વાત એ છે કે આજે તેમાંથી અનેક સીટો પર વોટીંગ પણ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી આડકતરી રીતે ચૂંટણીનો પ્રચાર પશ્ચિમ બંગાળમાં જઈને પણ કરી શકતા હતા. પરંતુ ત્યાં ચૂંટણી ના હિસાબે આચાર સંહિતા લાગુ છે. માટે જ ભાજપને વિજયી બનાવવા તેમણે બાંગ્લાદેશના પ્રવાસે જઈ ને માસ્ટર સ્ટ્રોક માર્યો છે.