ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનમાં અત્યારે જન્મદર સૌથી ખરાબ રીતે નીચે આવી ગયો છે..
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ચીનમાં વર્ષ 2020માં જન્મદર 1 ટકા કરતા પણ ઓછો થઇ ગયો છે જે છેલ્લાં 43 વર્ષમાં સૌથી નીચે છે.
વર્ષ 2020માં જન્મદર પ્રતિ હજારે 8.52 ટકા નોંધાયો છે. હવે ચીનની સરકાર જન્મદર વધારવાની કોશિશ કરી રહી છે.
ચીન માટે સૌથી ચિંતાજનક વાત એ છે કે તમામ સરકારી યોજનાઓ પછી પણ વર્ષ 2020માં જન્મદર ઘટ્યો છે.
નિષ્ણાતોના કહેવા મુજબ જો આ જ પ્રકારનો ટ્રેન્ડ યથાવત રહેશે અને વસ્તી ઘટતી જશે, તો ચીન દુનિયાનો સૌથી અમીર દેશ બનતા પહેલાં જ વૃદ્ધ થઇ શકે છે.
ચીને 3 બાળકો પેદા કરવાની સંમતિ આપેલી છે, સાથે જન્મદર વધારવા માટે અનેક પ્રકારની સ્કીમ પણ મુકવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ચીને આ વર્ષના મે મહિનામાં પરિણીત યુગલોને વધારેમાં વધારે 3 બાળકો પેદા કરવાની મંજૂરી આપીને જુની ફેમિલી પ્લાનિંગની યોજનાને રદ કરવાની જાહેરાત કરી હતી.