Site icon News Continuous Bureau | Mumbai

ચીનમાં અંધારપટ : સિગ્નલ બંધ, લિફ્ટ બંધ, ફૅકટરી બંધ; શેની મહાસત્તા? આ રીતે ભારતે નાક કાપ્યું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

દુનિયાભરના દેશોને વારંવાર પરેશાન કરનારી મહાસત્તા ચીન હાલ ખુદ પરેશાન થઈ ગયું છે. કોલસાની સખત અછત સર્જાતાં ચીનના મોટા ભાગના વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. ત્યારે ચીનનું નાક દબાવવા દુનિયાના તમામ દેશોએ સંયુક્ત રીતે પ્લાન હેઠળ એને કોલસો મળે નહીં એવી તરકીબ અજમાવી હોવાનું ચર્ચાય છે.

ચીનમાં કોલસાને અભાવે સદીની સૌથી ભયાનક ઇલેક્ટ્રિસિટી ક્રાઇસિસ સર્જાઈ છે. કોલસાનું ઉત્પાદન ઠપ્પ છે અને દુનિયાના અન્ય દેશો તરફથી પણ એને કોલસો નથી મળી રહ્યો. દુનિયામાં સૌથી વધુ કોલસાનો ભંડાર ભારતમાં છે. છતાં અન્ય દેશોની તકલીફ વખતે મદદે દોડી જનાર ભારત એને વાંરવાર  સરહદે પરેશાન કરનારા ચીનને  એક કિલો પણ કોલસો આપવા તૈયાર નથી.

આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ચૂંટણીમાં ગેરકાયદેસર નાણા વાપરવા બદલ કોર્ટે ફટકારી 1 વર્ષની સજા.. જાણો વિગતે

ચીન હાલ ઇલેક્ટ્રિસિટી ક્રાઇસિસનો સખત સામનો કરી રહ્યું છે. વીજળીનું ઉત્પાદન કરનારી કંપનીઓ ઠપ્પ થઈ ગઈ છે. ફૅક્ટરીઓ બંધ, રસ્તા પરના સિગ્નલ બંધ, લોકોના ઘરોમાં બત્તી ગૂલ છે, હાઈરાઇઝ ઇમારતોમાં લિફ્ટ બંધ છે. લોકોના ઘરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે. મોબાઇલ ફોનના કવરેજ મળતાં બંધ થઈ ગયાં છે. આવી અનેક સમસ્યાઓનો સામનો ચીનાઓ કરી રહ્યા છે. એમાં પણ સૌથી અસરગ્રસ્ત વિસ્તાર જિલિલ છે. આ હાલાકી માટે દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવાનું સપનું જોનારા ચીન સત્તાધીશો ખુદ જવાબદાર છે.

Khyber Pakhtunkhwa Suicide Blast પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ! ખૈબર પખ્તુનખ્વાહમાં પોલીસ ચોકી પર હુમલો, ૧૧નાં મોત
Trump Rejects Ceasefire Offer ટ્રમ્પે યુદ્ધવિરામની ઓફર ફગાવી ઈરાન પર મોટા સૈન્ય હુમલાની તૈયારીના સંકેત, મિડલ ઈસ્ટમાં ફરી ભીષણ તણાવ!
Jaishankar Slams Pakistani Journalist વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી આતંકવાદ પર પૂછેલા સવાલનો સણસણતો જવાબ આપ્યો!
India Slams Pakistan At UNGA પાકિસ્તાનનો કાશ્મીર રાગ ફરી ઊંધો પડ્યો; સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદની ફેક્ટરી ગણાવી પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું
Exit mobile version