Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો !! આ દેશમાં થયો કિંમતી પથ્થરોનો વરસાદ, લોકો અચાનક ધનિક થયાં.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

04 સપ્ટેમ્બર 2020

ઘણી વખત એવાં સમાચાર આવે છે જે આપણને આશ્ચર્યચકિત કરી મૂકે છે. હા, તાજેતરમાં બ્રાઝિલના એક ગામમાં કંઈક એવું બન્યું છે કે તમે તેને જાણ્યા પછી વિશ્વાસ નહીં કરો. અહીં આકાશ માંથી સેંકડો ઉલ્કાઓ પડી છે અને દરેક ટુકડાની કિંમત લાખોમાં નોંધાઈ છે. આટલું જ નહીં, સૌથી મોટા ટુકડાની કિંમત તો 19 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 19 ઓગસ્ટના રોજ  બ્રાઝિલના સાન્તા ફિલોમિનાના ગામમાં, ઉલ્કા વર્ષા થઈ હતી. સ્થાનિક લોકો ખુશીમાં આ વરસાદને પૈસાનો વરસાદના એવું નામ આપી રહ્યા છે…

જ્યારે વૈજ્ઞાનિકોએ આ પત્થરોની તપાસ કરી, તેમાં જણાયું કે  આ બધા ભાગ્યે જ જોવા મળતાં કિંમતી પથ્થરો છે. આ પથ્થરો ને વેંચી મોટાભાગના લોકોએ લાખો રૂપિયાની કમાણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 40 કિલોગ્રામ વજનના સૌથી મોટા ટુકડાની કિંમત 26 હજાર ડોલર છે, અર્થાત 19 લાખ રૂપિયા ગણાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નાના અને મોટા મળી ને કુલ 200 થી વધુ ટુકડાઓ પડ્યાં છે. આ તમામ ટુકડાઓ સૌરમંડળની રચના કરતાં ઉલ્કાના છે…

US Houthi Secret Deal અમેરિકાએ સાઉદી અરેબિયા સાથે કર્યો મોટો ખેલ! હૂતી વિદ્રોહીઓ સાથે કરી સીક્રેટ ડીલ
Russian Drone Strikes In Black Sea બ્લેક સીમાં રશિયાનો ૪ કાર્ગો શિપ પર ભીષણ હુમલો ડ્રોનનો મારો ચલાવ્યો, એક જહાજના કેપ્ટનનું મોત
Houthi Attack Hits Eurofighter F15 તોડી પાડ્યા બાદ હૂતીઓનો વધુ એક હુમલો સાઉદીમાં તૈનાત ઈટાલીના યુરોફાઈટર જેટને કર્યું ક્ષતિગ્રસ્ત
Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Exit mobile version