News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે શુક્રવારે મોડી રાત્રે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
દેશની સુરક્ષા અને જરૂરી સેવાઓની આપૂર્તિની સ્થિતિ મેનેજ કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આ નિર્ણય એવા સંજોગોમાં લીધો છે કે જ્યારે શ્રીલંકામાં તેમની અને તેમની સરકાર વિરુદ્ધ દેશમાં વિરોધ પ્રદર્શન તેજ થઈ ગયું છે.
ગુરુવારે પણ રાષ્ટ્રપતિના આવાસની બહાર હિંસક દેખાવો જોવા મળ્યા હતા.
