Site icon

Putin Residence: Russia-Ukraine War: રશિયા પર 91 ડ્રોન હુમલા બાદ પુતિન આક્રમક, ‘ભારે કિંમત ચૂકવવા તૈયાર રહો’ની ધમકી વચ્ચે ટ્રમ્પનો હસ્તક્ષેપ

યુક્રેને પુતિનની હત્યા કરવાનું કાવતરું રચ્યાનો રશિયાનો આરો; ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાને ગણાવ્યો ‘પાગલપણું’, ઝેલેન્સ્કી સાથેના સંબંધો પર પુનર્વિચારની આપી ધમકી.

Putin Residence Russia-Ukraine War રશિયા પર 91 ડ્રોન હુમલા બા

Putin Residence Russia-Ukraine War રશિયા પર 91 ડ્રોન હુમલા બા

News Continuous Bureau | Mumbai

Putin Residence રશિયા-યુક્રેન યુદ્ધે હવે હિંસક વળાંક લીધો છે. ૨૮-૨૯ ડિસેમ્બર ૨૦૨૫ની રાત્રે યુક્રેને રશિયાના નોવગોરોદ સ્થિત પુતિનના નિવાસસ્થાન પર એકસાથે ૯૧ ડ્રોન વડે હુમલો કર્યો હતો. જોકે, રશિયન એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા હતા. આ હુમલા બાદ પુતિન એટલા ગુસ્સામાં છે કે તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને પણ ફગાવી દીધો છે. પુતિને કહ્યું કે જ્યારે ઘર પર હુમલો થતો હોય ત્યારે શાંતિની વાતો નિરર્થક છે.

Join Our WhatsApp Community

પુતિનની હત્યાનું કાવતરું અને રશિયાનો રોષ

રશિયાએ આક્ષેપ કર્યો છે કે યુક્રેને પુતિન જ્યારે ઊંઘતા હતા ત્યારે જ તેમની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે યુક્રેન (કીવ) પર એવો વળતો પ્રહાર કરશે કે જેની કલ્પના પણ નહીં કરી હોય. પુતિને ટ્રમ્પને ફોન પર કહ્યું કે, “યુક્રેનને શાંતિ જોઈતી જ નથી, તેઓ માત્ર વિનાશ ઈચ્છે છે.”

ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા અને ઝેલેન્સ્કીને ઠપકો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ડ્રોન હુમલાની સખત નિંદા કરી છે અને તેને ‘પાગલપણું’ ગણાવ્યું છે. ટ્રમ્પે પુતિન સાથે ફોન પર વાત કરી તેમને શાંત રહેવા વિનંતી કરી હતી, પરંતુ હુમલાની ગંભીરતા જોઈને ટ્રમ્પે પણ યુક્રેન પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે સંકેત આપ્યા છે કે જો યુક્રેન આવી હરકતો ચાલુ રાખશે તો અમેરિકા ઝેલેન્સ્કીને આપવામાં આવતી મદદ અને સંબંધો પર પુનર્વિચાર કરશે.

આ સમાચાર પણ વાંચો : BMC Election 2026: BMC ની જંગ પહેલા વિક્રોલી માં મોટો વળાંક! રામ કદમની જીત કે શિંદે જૂથની હાર? જાણો કેમ ઉમેદવારે રાતોરાત બદલ્યો પક્ષ

વિશ્વ યુદ્ધનો ખતરો વધ્યો

નિષ્ણાંતોનું માનવું છે કે પુતિન પરના આ હુમલા બાદ રશિયા હવે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે અથવા યુક્રેનના મુખ્ય શહેરો પર મોટો હુમલો કરી શકે છે. અમેરિકા લાંબા સમયથી યુદ્ધ રોકવાના પ્રયત્નો કરી રહ્યું હતું, પરંતુ યુક્રેનની આ એક ભૂલ હવે વિશ્વને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ધકેલી શકે છે.

 

Switzerland Bar Explosion: સ્વિટ્ઝરલેન્ડમાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ: ક્રાન્સ મોન્ટાનાના બારમાં ભીષણ બ્લાસ્ટ; અનેક લોકોના મોતની આશંકા
Zohran Mamdani: ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો ભારતીય મૂળના જોહરાન મમદાની બન્યા મેયર; કુરાન પર હાથ રાખીને લીધા શપથ
US Intelligence Putin Attack Claim: અમેરિકી એજન્સીનો મોટો ખુલાસો: ‘યુક્રેને પુતિનના આવાસ પર હુમલો નથી કર્યો’; રશિયાના હત્યાના ષડયંત્રના દાવાઓને ફગાવ્યા
Aleema Khan: પાકિસ્તાનમાં ભડકો! ઈમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડ, અદિયાલા જેલ બહાર પોલીસ અને સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ
Exit mobile version