ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
શુક્રવાર
બ્રિટનના મહારાણી કવીન એલીઝાબેથ નું સ્વાસ્થ્ય લથડતાં તેઓને સારવાર માટે એક રાત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ તેઓને બુધવારે બપોરે પ્રાથમિક તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ગુરુવારે સવારે રજા અપાઈ હતી.
જો કે ગઈકાલનું તેમનું હોસ્પીટલ રોકાણ અત્યંત ટુંકું બની રહ્યું હતું અને તેની કોઈ સતાવાર જાહેરાત થઈ ન હતી પરંતુ એક બ્રિટીશ ટેબ્લોઈડે માહિતી આપતા ત્યારબાદ સત્તાવાર માહિતી જાહેર થઈ હતી.
ઉલ્લેખનીય છે કે 95 વર્ષીય કવીન એલીઝાબેથ બ્રિટનના સૌથી લાંબો સમય શાસન વડા બની રહેનાર વ્યક્તિ છે તેઓ 1952 થી આ પદ પર છે.
ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન; જાણો વિગતે