Site icon News Continuous Bureau | Mumbai

દરિયાની અંદર તરવાનો આનંદ માણતો હતો ટૂરિસ્ટ, અચાનક શાર્કે કર્યો હુમલો.. ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો

Russian citizen gets killed in Egypt’s Red Sea

દરિયાની અંદર તરવાનો આનંદ માણતો હતો ટૂરિસ્ટ, અચાનક શાર્કે કર્યો હુમલો.. ગુમાવ્યો જીવ.. જુઓ વિડીયો

  News Continuous Bureau | Mumbai

લોકો પોતાની રજાઓને યાદગાર બનાવવા માટે ટુરિસ્ટ પ્લેસ પર જાય છે, પરંતુ ઇજિપ્તના બીચ રિસોર્ટમાં વેકેશન મનાવવા ગયેલા વ્યક્તિને શું ખબર કે આ તેના જીવનનું છેલ્લું વેકેશન હશે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ઇજિપ્તના એક બીચ રિસોર્ટમાં સ્વિમિંગ કરતી વખતે અચાનક ટાઈગર શાર્કનો સામનો કરે છે અને તે તેના પર હુમલો કરે છે. 

Join Our WhatsApp Channel

ટાઇગર શાર્કના આ હુમલામાં 23 વર્ષીય રશિયન પ્રવાસીનું મોત થયું છે, પરંતુ તેની ગર્લફ્રેન્ડનો જીવ બચી ગયો હતો. જે હોટલમાં મૃતક રોકાયો હતો તેના લાઇફગાર્ડને તેના શરીરનો એક ભાગ મળી આવ્યો છે. શાર્કના હુમલામાં અન્ય બે પ્રવાસીઓ પણ ઘાયલ થયા હતા. ઇજિપ્તમાં લાલ સમુદ્રના રિસોર્ટમાં શાર્કના હુમલા દુર્લભ છે, પરંતુ ગયા વર્ષે બે પ્રવાસીઓ માર્યા ગયા બાદ સત્તાવાળાઓએ દરિયાકિનારાનો એક ભાગ બંધ કરી દીધો હતો.

 

IndiaUS LPG Supply વૈશ્વિક યુદ્ધની જ્વાળાઓ વચ્ચે મોટો ઉલટફેર ખાડી દેશો પર નિર્ભરતા ઘટી, ભારતે અમેરિકા પાસેથી ગેસ આયાતમાં સર્જ્યો નવો રેકોર્ડ
USIran Oil Conflict અમેરિકા ઈરાન વચ્ચે ‘ઓઇલ વોર’ ભડક્યું યુએસ સેનાએ ઈરાનના 5 ઓઇલ ટેન્કર નષ્ટ કર્યા, વ્યૂહાત્મક ખાર્ગ ટાપુ પર ભીષણ હુમલો
US Iran Warship Clash મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! યુએસ યુદ્ધજહાજ પર ઈરાની મિસાઇલ એટેક બાદ અમેરિકાએ 5 તેલ ટેન્કરો ફુંકી માર્યા
USCanada trade war ઈંટનો જવાબ પથ્થરથી! ટ્રમ્પના દબાણ સામે કેનેડા ઝૂકવા તૈયાર નથી, અમેરિકન ગુડ્સ પર 50% વળતો ટેરિફ લાગુ કર્યો
Exit mobile version