Site icon News Continuous Bureau | Mumbai

આ દેશની સંસદમાં વિપક્ષે નહિ, પણ ઉંદરને કારણે મચી ગઈ અફરાતફરી; જાણો શું છે સમગ્ર કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૩ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

સ્પેનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દેશના સંસદમાં ચાલતી કાર્યવાહી વચ્ચે વિપક્ષી પક્ષોને બદલે એક ઉંદરને કારણે હોબાળો થયો હતો. સ્પેનમાં સંસદમાં મતદાન દરમિયાન એક મોટો ઉંદર ઘૂસી આવ્યો હતો. એથી ત્યાં હાજર રહેલા સાંસદોએ અફરાતફરી કરી મૂકી હતી. આખરે આ ઉંદર પકડાઈ ગયો હતો, પરંતુ આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાત એમ છે કે સ્પેનની સંસદમાં સુસન ડાયઝની નિમણૂક અંગે મતદાન થવા જઈ રહ્યું હતું. આ સમયે અધ્યક્ષા માર્ટા બાસ્કેટ સમયે બોલી રહ્યાં હતાં. એ સમયે અચાનક તેઓએ એક મોટો ઉંદર જોયો હતો. એથી સંસદમાં બધા સાંસદોએ ભાગદોડ કરી મૂકી હતી. ઘણા સાંસદોએ ખુરશીઓ છોડી દીધી અને ટેબલ પર ચઢી ગયા હતા.

પેગાસસ મુદ્દે રાજ્યસભામાં હંગામો: TMC સાંસદે IT મંત્રીના હાથમાંથી કાગળ છીનવી ફાડી નાખ્યા, હવે કરાઈ આ કડક કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે આખરે સંસદના કર્મચારીઓએ ઉંદરને પકડી લીધો અને બહાર જઈ તેને છોડી મૂક્યો હતો. આ દરમિયાન એક મીડિયા હાઉસે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે, જે હવે વાયરલ થયો છે.

Sheikh Hasina Bangladesh Return Claim દેશનિકાલ વચ્ચે શેખ હસીનાનો મોટો પડકાર ‘હું ભાગી નથી, જનતા વચ્ચે પાછી આવીશ’; ઢાકામાં યુનુસ સરકાર સામે સીધો મોરચો
Iran Hormuz Strait Reopening Conditions હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર, પણ મૂકી મોટી શરતો! ટ્રમ્પ સામે હવે માત્ર એક જ રસ્તો
Asian Games 2026 Gold Medal તિરંગો લહેરાયો, રચાયો નવો ઇતિહાસ! હરમનપ્રીત સેનાએ જીત્યો એશિયાડનો સુવર્ણ ચંદ્રક, ભારતીય દીકરીઓએ રચ્યો કીર્તિમાન
Asian Games 2026 MMA Controversy એશિયન ગેમ્સમાં હંગામો! ભારતીય ફાઈટર સુચિકાએ સિંગાપોર સામેની હાર સ્વીકારવાનો કર્યો ઈનકાર; જાણો કારણ..
Exit mobile version