News Continuous Bureau | Mumbai
બ્રિટનના(Britain) પ્રધાનમંત્રી(Prime minister) બોરિસ જોનસને(Boris Johnson) પોતાના પદ પરથી રાજીનામું(Resignation) આપી દીધું છે. તેમના વિરુદ્ધ પોતાની જ કન્ઝર્વેટિવ પાર્ટીમાં(Conservative Party) બળવો થયો હતો. ત્યારબાદ હવે તેમણે સત્તાવાર રીતે પીએમ પદેથી(PM Post) રાજીનામુ આપી દીધું છે. પરંતુ જોનસન પદ પર ત્યાં સુધી બન્યા રહેશે, જ્યાં સુધી નવા પ્રધાનમંત્રી ની નિમણૂક થશે નહીં.
બ્રિટનમાં પ્રધાનમંત્રી ચૂંટવાની(Electing the Prime Minister) એક અલગ અને ખાસ પ્રક્રિયા હોય છે. ત્યાં ભારત જેવી વ્યવસ્થા હોતી નથી. ભારતમાં જો કોઈ પ્રધાનમંત્રી વચ્ચે રાજીનામુ આપે તો પાર્ટી જેને નક્કી કરે તે પ્રધાનમંત્રી બની જાય છે. ત્યાં પણ તેમ થાય છે, પરંતુ ચૂંટણી પ્રક્રિયા(Election process) થોડી અલગ હોય છે.
બોરિસ જોનસન ના રાજીનામા બાદ હવે પાર્ટી નવા નેતા ચૂંટશે. તે માટે ઉમેદવાર આગળ આવશે. પ્રધાનમંત્રી પદની ઉમેદવારી જાહેર કરવા માટે બે કન્ઝર્વેટિવ સાંસદોએ(MP) નોમિનેટ થવું પડશે. ઉમેદવાર એક, બે કે તેનાથી વધુ હોય શકે છે ત્યારબાદ કન્ઝર્વેટિવ સાંસદ વોટિંગ પ્રક્રિયામાં(Voting process) ભાગ લેશે. સાંસદ એક સીક્રેટ બેલેટમાં(Secret Ballet) પોતાના પસંદના ઉમેદવારને મત આપશે. ત્યારબાદ જે ઉમેદવારને સૌથી ઓછા મત મળશે, તેને રેસમાંથી બહાર કરી દેવામાં આવશે. વોટિંગની પ્રક્રિયા ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી બે ઉમેદવાર ન બચે. આખરે બે ઉમેદવાર બચશે, ત્યારે પોસ્ટલ બેલેટ(Postal Ballet) દ્વારા કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો મતદાન કરશે. જેને વધારે મત મળશે તેને નેતા ચૂંટવામાં આવશે. પહેલાં દર મંગળવાર અને ગુરૂવારે વોટિંગ થતું હતું, પરંતુ ૨૧ જુલાઈથી સંસદમાં ગરમીની રજા શરૂ થઈ રહી છે, તેથી તે પહેલાં પણ આ પ્રક્રિયા પૂરી થઈ શકે છે. હાઉસ ઓફ કોમન્સના નેતા પ્રધાનમંત્રી હોય છે. નવા પ્રધાનમંત્રી ઈચ્છે તો વચગાળાની ચૂંટણી પણ કરાવી શકે છે, પરંતુ તે તેના વિવેક પર નિર્ભર છે.
આ સમાચાર પણ વાંચો : જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેનો ભારત સાથે હતો ગાઢ સંબંધ- 2021માં આબેને આ પુરસ્કારથી કરાયા હતા સન્માનિત
ઉપરાંત આ બધું તે વાત પર નિર્ભર કરે છે કે કેટલા ઉમેદવાર(Candidate) ઉભા રહે છે. ૨૦૧૬માં જ્યારે ડેવિડ કેમરૂને(David Cameron) રાજીનામુ આપ્યું હતું, ત્યારે થેરેસા મેને ત્રણ સપ્તાહમાં ગૃહના નેતા ચૂંટી લેવામાં આવ્યા હતા. ૨૦૧૯માં બોરિસ જાેનસનને નેતા ચૂંટી લેવામાં આવ્યા હતા, પરંતુ તેમણે બે મહિના બાદ પદ સંભાળ્યું હતું, જ્યારે થેરેસા મેએ રાજીનામું આપ્યું હતું.
