Site icon

 મ્યાનમારમાં હિંસા માટે સોશિયલ મીડિયા કંપની ફેસબુક સામે કેસ, આટલા લાખ કરોડના વળતરની માંગણી; જાણો વિગતે 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

ફેસબૂકને રોહિંગ્યાઓના નરસંહાર માટે જવાબદાર ઠેરવવામાં આવી છે.આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફેસબૂકની બેદરકારીના કારણે ફેસબૂક પર રોહિંગ્યાઓ સામેની હેટ સ્પીચ વાયરલ થઈ હતી. કેસ કરનાર રોહિંગ્યાઓના સંગઠનોએ ફેસબૂક પાસે કુલ મળીને ૧૫૦ અબજ ડોલર એટલે કે ૧૧.૩૦ લાખ કરોડનુ વળતર માંગ્યુ છે.અમેરિકાની કોર્ટમાં થયેલા કેસમાં કહેવાયુ છે કે, મ્યાનમારના માર્કેટમાં પકડ જમાવવા માટે ફેસબૂકે જાણી જાેઈને રોહિંગ્યાઓના જીવનો સોદો કર્યો હતો.ફેસબૂક ધારત તો રોહિંગ્યાઓ સામેની હેટ સ્પીચનો પ્રસાર રોકી શકી હોત પણ કંપનીએ કોઈ કાર્યવાહી કરી નહોતી. દરમિયાન બ્રિટનમાં પણ રોહિંગ્યાઓના વકીલે ફેસબૂકને લખેલા પત્રમાં કહેવાયુ છે કે, રોહિંગ્યાઓના પરિવારોને મ્યાનમારમાં ગંભીર હિંસાનો સામનો કરવો પડ્યો  હતો.૨૦૧૧માં મ્યાનમારમાં ફેસૂબકને લોન્ચ કરવામાં આવી હતી અને રોહિંગ્યાઓ સામેના અભિયાનમાં ફેસૂબકના કારણે મદદ મળી હતી.મ્યાનમારમાં થયેલી હિંસાના મુદ્દે રોહિંગ્યાઓ દ્વારા અમેરિકા અને બ્રિટનમાં સોશિયલ મીડિયા કંપની ફેસબૂક સામે કેસ કરવામાં આવ્યો છે.

 

કોરોના મહામારીને કારણે હવે આ બીમારી સામેની લડાઈમાં આવી રહ્યા છે અવરોધો, મોતના આંકડામાં પણ વધારો : ડબ્લ્યુએચઓ

 

 

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version