Site icon News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન પદ માટે સુનકની દાવેદારી મજબૂત, 100 સાંસદોના સમર્થનનો દાવો; જોન્સન ઘણા પાછળ

News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Channel

બોરિસ જોનસન ઋષિ સુનક પછી બીજા ક્રમે છે, જેમની તરફેણમાં 41 સાંસદો છે. ત્યારે પેની મોર્ડેન્ટ ત્રીજા નંબર પર છે, જેમને 19 સાંસદોનું સમર્થન હોવાનું કહેવાય છે.

બ્રિટનમાં લિઝ ટ્રસના રાજીનામા બાદ ભારતીય મૂળના ઋષિ સુનકનું વડાપ્રધાન બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. સામે આવી રહ્યું છે કે, સુનકે વડાપ્રધાન બનવા માટે 100 સાંસદોના સમર્થનના જાદુઈ આંકડાને લગભગ સ્પર્શ કરી લીધો છે, ત્યારબાદ તેમની રાજ્યાભિષેક નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે, ઋષિ સુનક કે પૂર્વ પીએમ બોરિસ જોન્સને હજુ સુધી તેમની ઉમેદવારીની જાહેરાત કરી નથી. માત્ર પેની મોર્ડન્ટે તેની ઉમેદવારીની પુષ્ટિ કરી છે.

સુનકના સમર્થકોએ આપ્યા હતા સંકેતો 

અત્યાર સુધી જાણવા મળ્યું હતું કે, સુનકને સૌથી વધું 82 કન્ઝર્વેટિવ સાંસદોનું સમર્થન છે, પરંતુ હવે તેમના સમર્થકોએ દાવો કર્યો છે કે, તેમને 100 સાંસદોનું સમર્થન છે. વરિષ્ઠ નેતા ટોબિઆસ એલવુડે ટ્વિટ કર્યું, ઋષિ માટે તૈયાર છો. 100માં ટોરી સાંસદ બનવા બદલ અભિનંદન. વધુમાં, સુરક્ષા પ્રધાન ટોમ ટ્યુજન્ટે શુક્રવારે મોડી રાત્રે સુનાકને સમર્થન આપતા કહ્યું કે, “આ રાજકીય રમતનો સમય નથી, આ સમય સ્કોર સેટ કરવાનો અથવા પાછળ જોવાનો છે.

બીજા નંબર પર જોન્સન

રીપોર્ટ અનુસાર, બોરિસ જોનસન ઋષિ સુનક પછી બીજા ક્રમે છે, જેમની તરફેણમાં 41 સાંસદો છે. ત્યારે પેની મોર્ડેન્ટ ત્રીજા નંબર પર છે, જેમને 19 સાંસદોનું સમર્થન હોવાનું કહેવાય છે. ઓપિનિયન પોલ મુજબ આગામી રાષ્ટ્રીય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો સફાયો થવા જઈ રહ્યો છે. આવતા સપ્તાહે સોમવાર અથવા શુક્રવારે વિજેતાની જાહેરાત કરવામાં આવશે. જો જ્હોન્સન આ રેસ જીતીને વડાપ્રધાન બને છે તો તે તેમનું અસાધારણ પુનરાગમન હશે.

જોનસનનો રસ્તો મુશ્કેલ

જોનસન માટે તેમના ત્રણ વર્ષના કાર્યકાળ પછી 100 મત મેળવવા મુશ્કેલ બનશે કારણ કે તેમનો સમય કૌભાંડો અને અનિયમિતતાઓથી ભરેલો રહ્યો છે. આવી સ્થિતિમાં, જો વિશ્લેષકોનું માનીએ તો, જોનસનનો આગળનો રસ્તો સરળ માનવામાં આવતો નથી.

US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Indian Origin Nithya Raman Elected Los Angeles Mayor ભારતીય મૂળની નિત્યા રમન લોસ એન્જલસના મેયર તરીકે ચૂંટાયાં વર્તમાન મેયર કારેન બાસને હરાવી રચ્યો ઈતિહાસ
Exit mobile version