News Continuous Bureau | Mumbai
ઋષિ સુનકે યુકેના નવા વડાપ્રધાન બનવાની રેસ જીતી લીધી છે.
ગયા અઠવાડિયે લિઝ ટ્રુસના નાટકીય રાજીનામાથી શરૂ થયેલી કન્ઝર્વેટિવ પાર્ટીની નેતૃત્વની હરીફાઈમાં જીત મેળવ્યા બાદ રિશી સુનક યુનાઈટેડ કિંગડમના નવા વડા પ્રધાન બનશે. તેમણે પ્રથમ દાવેદાર તરીકે પોતાનું નામ આગળ ધર્યું હતું અને હવે તેમને પાર્ટી તરફથી પૂરો સહકાર મળી ગયો છે. તેઓ જલ્દીજ રાષ્ટ્રને સંબોધન કરવાના છે અને ત્યારબાદ તેઓ દેશનું સુકાન હાથમાં લેશે. ઉલ્લેખનીય છે કે તેઓ પહલે એવા વડાપ્રધાન હશે જે મૂળ ભારતીય છે.
