ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મીડિયા આઉટલેટ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યવાહી તેજ કરી છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિને ફેસબુક અને ટ્વિટર તેમજ સાથે-સાથે યુટ્યુબ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
સાથે જ આ માટે એક બિલ પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યાં છે.
આ કાયદા હેઠળ દેશના સશસ્ત્ર દળો વિશે "ખોટી" માહિતી ફેલાવવા બદલ વ્યક્તિને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ શુક્રવારે સોશિયલ મીડિયા દિગ્ગજો સામેના પગલા સાથે બીબીસી, વોઈસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી, જર્મન બ્રોડકાસ્ટર ડોયચે વેલે અને મેડુઝાને બ્લોક કરી દેવાઇ હતી.