Site icon News Continuous Bureau | Mumbai

Russia Enters Middle East Conflict: પુતિનનો માસ્ટરસ્ટ્રોક કે અમેરિકાને પડકાર? ઈરાનને મળેલી ગુપ્ત માહિતીથી મિડલ ઈસ્ટમાં ફેલાયો ખળભળાટ; રશિયાની એન્ટ્રીથી વોશિંગ્ટન ચિંતિત..

Russia Enters Middle East Conflict: રશિયાએ તેહરાનને અમેરિકી યુદ્ધજહાજો અને વિમાનો પર હુમલો કરવામાં મદદ કરી; પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાત, સંઘર્ષ વધુ વકરવાની ભીતિ.

Russia Enters Middle East Conflict Moscow Shares US Military Intelligence with Iran to Target Warships and Assets.

Russia Enters Middle East Conflict Moscow Shares US Military Intelligence with Iran to Target Warships and Assets.

News Continuous Bureau | Mumbai

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે રશિયાએ પણ ઝંપલાવ્યું છે. અત્યાર સુધી આ જંગથી અંતર જાળવી રાખનાર રશિયા હવે પોતાના મિત્ર ઈરાનની મદદ માટે આગળ આવ્યું છે. ન્યૂઝ એજન્સી ના અહેવાલ મુજબ, મોસ્કોએ તેહરાનને એવી અત્યંત સંવેદનશીલ ગુપ્ત માહિતી પૂરી પાડી છે, જેનાથી ઈરાનને આ વિસ્તારમાં તૈનાત અમેરિકન યુદ્ધજહાજો, વિમાનો અને અન્ય સૈન્ય સંપત્તિઓ પર સચોટ હુમલો કરવામાં મદદ મળી શકે છે.

Join Our WhatsApp Channel

રશિયા અને ઈરાન વચ્ચે વધતી નિકટતા

રશિયાએ યુક્રેન સામેના ચાર વર્ષ જૂના યુદ્ધમાં ઈરાન પાસેથી મિસાઈલ અને ડ્રોન મેળવ્યા હોવાથી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા છે. બીજી તરફ, પરમાણુ કાર્યક્રમ અને હમાસ-હિઝબુલ્લાહ જેવા જૂથોને ટેકો આપવા બદલ વર્ષોથી અલગ-અલગ પડેલા ઈરાન માટે રશિયાનો આ સહયોગ અત્યંત મહત્વનો સાબિત થશે. રશિયાના આ પગલાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વૈશ્વિક સ્તરે વિસ્તરે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan Ayodhya Property: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ૨.૬૭ એકર જમીન ખરીદી, રામ મંદિરથી છે આટલી નજીક; જાણો કિંમત અને લોકેશન

પુતિને ઈરાની રાષ્ટ્રપતિ સાથે કરી વાત

રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાતચીત કરી હતી. પુતિને સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ અને હુમલામાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. પુતિને હિંસા તુરંત રોકવા અને રાજદ્વારી માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો હતો. યુદ્ધ શરૂ થયા બાદ ક્રેમલિન તરફથી ઈરાનને કરવામાં આવેલો આ પ્રથમ સત્તાવાર કોલ હતો.

અમેરિકાનો વળતો પ્રહાર અને નિવેદન

રશિયા દ્વારા ઈરાનને માહિતી આપવા મુદ્દે અમેરિકાએ કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, રશિયાની મદદ છતાં ઈરાનમાં ચાલી રહેલા તેમના સૈન્ય ઓપરેશન્સ પર કોઈ અસર નહીં પડે. અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે ઈરાનની સૈન્ય તાકાતને નેસ્તનાબૂદ કરવા માટે સતત હુમલા કરી રહ્યા છે. બીજી તરફ, ઈરાને પણ ઈઝરાયેલ સહિત મિડલ ઈસ્ટના ૧૨ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલા તેજ કર્યા છે. ટ્રમ્પની ધમકી છતાં ઈરાન અત્યારે ઝૂકવા તૈયાર હોય તેમ લાગતું નથી.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Exit mobile version