Site icon

Russia launches Luna 25: રશિયાની પણ હવે ચંદ્રમાં પર પહોંચવાની હોડ…47 વર્ષ બાદ તેનુ ચંદ્ર મિશન ‘લૂના 25’ કર્યું લોન્ચ….જાણો ચંદ્રયાન-3થી છે કેટલું અલગ?

Russia launches Luna 25: અવકાશયાન અમુર ઓબ્લાસ્ટમાં વોસ્ટોચની કોસ્મોડ્રોમથી ઉપડ્યું અને 16 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અને 21-22 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે તેવી અપેક્ષા છે.

Russia launches Luna 25: Russia launches Luna-25 to Moon: Why it's a big deal for Moscow

Russia launches Luna 25: Russia launches Luna-25 to Moon: Why it's a big deal for Moscow

News Continuous Bureau | Mumbai 

Russia launches Luna 25: રશિયાએ શુક્રવારે 11 ઓગસ્ટના રોજ પોતાના સ્થાનિક સમય મુજબ વહેલી સવારે 2.11 વાગે વોસ્તોની કોસ્મોડ્રોમથી લૂના-25 લેન્ડર (Luna-25 Lender) નું લોન્ચિંગ કર્યું હતું. 47 વર્ષ બાદ રશિયાએ ચંદ્રમા માટે પોતાનું પહેલું અંતરિક્ષ યાન રવાના કર્યું છે. આ અગાઉ ભારતે ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગની ઉપલબ્ધિ હાંસલ કરવા માટે ચંદ્રયાન-3 (Chandrayaan 3) ને ચંદ્રમા પર મોકલ્યું છે. ચંદ્રમા માટે રવાના થયેલા બંને મિશન દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આ રીતે ભારત (India) અને રશિયા (Russia) હવે એકબીજાના પાડોશી થવાના છે. એવું કહેવાય છે કે લૂના 25 ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાનના સમયની આજુબાજુ જ લેન્ડ કરી શકે છે.

Join Our WhatsApp Community

જણાવવાનું કે રશિયા 1976 બાદ પહેલીવાર ચંદ્રમા પર લૂના-25 યાન મોકલી રહ્યું છે. આ યાનનું લોન્ચિંગ યુરોપિયન અંતરિક્ષ એજન્સીની મદદ વગર કરાયું છે. જેણે યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ મોસ્કો સાથે પોતાનો સહયોગ સમાપ્ત કરી દીધો છે. રિપોર્ટ્સ મુજબ રશિયન અંતરિક્ષ યાન 23 ઓગસ્ટના રોજ ચંદ્રમા પર પહોંચવાની શક્યતા છે. બીજી બાજુ ભારતનું ચંદ્રયાન પણ 14 જુલાઈએ લોન્ચ કરાયું હતું જે પણ 23 ઓગસ્ટની આજુબાજુ જ લેન્ડ થાય તેવી શક્યતા છે.

બંને દેશેઓ પોત પોતાના યાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યાં હજુ સુધી કોઈ સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું નથી. હજુ સુધી ફક્ત ત્રણ દેશ અમેરિકા, તત્કાલીન સોવિયેત સંઘ અને ચીન જ ચંદ્રમાની સપાટી પર લેન્ડિંગ કરી શક્યા છે. બધુ ઠીક રહ્યું તો રશિયાનું લૂન-25 અને ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે અને બંને દેશ ચંદ્ર પર એકબીજાના પડોશી બનશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat High Court: રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર ગુજરાત હાઈકોર્ટના જજની બદલી.. વાંચો વિગતવાર અહીં…

પ્રોજેક્ટિંગ પાવર

રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ યુરી બોરિસોવના જણાવ્યાં મુજબ લૂનાનું લેન્ડર 21 ઓગસ્ટના રોજ ચંદ્રમાની સપાટી પર ઉતરી શકે છે. આ પહેલા લેન્ડિંગની તારીખ 23 ઓગસ્ટ ગણાવવામાં આવી રહી હતી. ઈન્ટરફેક્સ મુજબ બોરિસોવે લોન્ચ બાદ વોસ્તોચન કોસ્મોડ્રોમમાં કાર્યકરોને કહ્યું કે હવે અમે 21 તારીખની રાહ જોઈશું. મને આશા છે કે ચંદ્રમા પર ખુબ સટીક સોફ્ટ લેન્ડિંગ થશે. લૂના 25 લગભગ એક નાની કાર આકારનું છે. જે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર એક વર્ષ સુધી કામ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

લૂના-25 મિશનની સફળતા મહત્વપૂર્ણ છે કારણ કે રશિયાની સરકારનો દાવો છે કે યુક્રેન સંઘર્ષના કારણે પશ્ચિમ દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધથી રશિયન અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આવામાં પહેલીવાર રશિયાએ પોતાના દમ પર આ અંતરિક્ષ મિશનને લોન્ચ કર્યું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન સાથે યુદ્ધના પરિણામ સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રશિયાની ભાગીદારી ખતમ થઈ ગઈ હતી. જેના કારણે પશ્ચિમ દેશો સાથે રશિયાના અંતરિક્ષ સંબંધી સહયોગમાં ખુબ કમી આવી છે.

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version