Site icon

Russia oil : અમેરિકાએ રશિયાના ત્રણ ટેન્કર પર પ્રતિબંધ મૂક્યો, હવે ભારત કેવી રીતે પહોંચશે તેલ?

Russia oil : ભારત રશિયન ક્રૂડ ઓઈલનો સૌથી મોટો ખરીદનાર છે. ભારતે રશિયા સાથે લાંબા ગાળાના તેલ ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની ઘણી સરકારી ઓઈલ કંપનીઓ આ કરારોમાં સામેલ છે. યુક્રેન પર રશિયાના હુમલાની બીજી વર્ષગાંઠ નિમિત્તે અને વિપક્ષી નેતા એલેક્સી નેવલનીના મોતનો બદલો લેવા અમેરિકાએ શુક્રવારે પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

Russia oil US sanctions threaten Russian oil sales to India

Russia oil US sanctions threaten Russian oil sales to India

 News Continuous Bureau | Mumbai 

Russia oil : વર્ષ 2022ની શુરુઆતમાં શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદથી ભારત રશિયા પાસેથી છૂટના ભાવે મોટી માત્રામાં ક્રૂડ તેલ ખરીદી રહ્યું છે. આ જ ક્રમમાં તેલથી ભરેલા રશિયન ટેન્કરો આગામી થોડા અઠવાડિયામાં ભારત પહોંચશે. પરંતુ હાલ તે ત્રણ ટેન્કરની ચર્ચા થઈ રહી છે જેના પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આમ છતાં ત્રણેય ટેન્કરો તેલ લઈને ભારત આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

 અમેરિકા એ  મુક્યો પ્રતિબંધ 

અંગ્રેજી મીડિયા હાઉસમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, આગામી કેટલાક અઠવાડિયામાં ભારતીય રિફાઈનિંગ કંપનીઓને ક્રૂડ ઓઈલ પહોંચાડનારા ટેન્કરોમાં ઓછામાં ઓછા ત્રણ ટેન્કર એવા છે કે જેના પર અમેરિકા દ્વારા તાજેતરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શુક્રવારે અમેરિકાએ 14 રશિયન ઓઇલ ટેન્કરને બ્લેકલિસ્ટ કર્યું કારણ કે તેઓ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલી પ્રાઇસ સીમા કરતાં વધુ કિંમતે તેલની નિકાસ કરી રહ્યા હતા.  

કોઈ મોટી સમસ્યાની શક્યતા નથી:  આંતરિક સૂત્રો 

તે જ સમયે, અન્ય ટેન્કર એનાટોલી કોલોડકિન પણ એપ્રિલમાં સિક્કા બંદર પહોંચશે. આ મહિનાની શરૂઆતમાં એનાટોલી કોલોડકિન ટેન્કરે વાડીનાર બંદરે ક્રૂડ ઓઈલ પહોંચાડ્યું હતું. અન્ય બ્લેકલિસ્ટેડ ટેન્કર એનએસ કેપ્ટન પણ માર્ચ અને એપ્રિલમાં તેલ સાથે વાડીનાર પોર્ટ પહોંચશે. જો કે, ઉદ્યોગના આંતરિક સૂત્રો માને છે કે બ્લેકલિસ્ટેડ ટેન્કરોમાંથી ડિલિવરી થવાને કારણે કોઈ મોટી સમસ્યા થવાની કોઈ શક્યતા નથી. કારણ કે અમેરિકાએ બ્લેકલિસ્ટેડ ટેન્કરોને 45 દિવસ માટે તેલની નિકાસ કરવાની છૂટ આપી છે.

આ સમાચાર પણ વાંચો : Lucknow Airport : યુપીનું આ એરપોર્ટ જોઈને બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની પણ આંખો થઇ ગઈ પહોળી! તમે પણ જુઓ વિડિયો..

બ્લેકલિસ્ટેડ ટેન્કરમાંથી 45 દિવસ પછી કોઈ ડિલિવરી નહીં

અમેરિકા અને અન્ય G-7 દેશોએ સંયુક્ત રીતે ડિસેમ્બર 2022માં રશિયન તેલ પર પ્રાઇસ કેપ લાદવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ અનુસાર, રશિયા એક મહિનામાં ચાર ડઝન કાર્ગો ભારતને પહોંચાડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્લેકલિસ્ટેડ ટેન્કરોના 45 દિવસ બાદ ભારતીય રિફાઈન કંપનીઓ આ ટેન્કરોની મદદથી તેલની આયાત નહીં કરે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર નથી ઈચ્છતી કે ભારતીય રિફાઈન કંપનીઓ G-7ની પ્રાઇસ કેપનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે. આવી સ્થિતિમાં, પ્રતિબંધોથી બચવા માટે, કંપનીઓએ ફક્ત માન્ય ટેન્કરોથી  એટલે કે પ્રતિબંધો વિના જ ડિલિવરી લેવી જોઈએ,. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન, ભારતમાં આવતા રશિયન ટેન્કરો દ્વારા પ્રાઇસ કેપના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે ભારતીય રિફાઈન કંપનીઓએ કાર્ગો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી
India-China Relations: અમેરિકાના ટેરિફ વચ્ચે ચીની રાજદૂતે ભારત માટે ખોલી દીધું દિલ! આ રીતે કરશે પડકારોનો સામનો
Nepal: નેપાળ સરકાર સંકટમાં, આટલા મંત્રીઓનું રાજીનામું, કાયદા મંત્રીના ઘરને લગાડાઈ આગ
Exit mobile version