ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
કોરોનાવાયરસ ના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ને લીધે રશિયામાં તરખાટ મચી ગયો છે અને હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે.
અહીં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ બહાર આવી રહ્યા છે અને દેશની હાલત સૌથી વધુ ખરાબ દેખાઈ રહી છે.
રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગ માં 30મી તારીખથી લોકડાઉનનું એલાન કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ અહીં પરિસ્થિતિ વધુ બગડે તેવી સંભાવના છે.
આ સાથે રશિયામાં ૭ નવેમ્બર સુધી તમામ રેસ્ટોરન્ટ,કાફે અને મોટા મોલ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રશિયામાં કોરોના કેસ વધતા સરકાર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યાછે અને જરૂર પડ્યે વધુ કેટલાક નિયમો નાખવામાં આવશે.