Site icon

બ્રિટન 16 કરોડ ભારતીયોનો ‘હત્યારો’, લૂંટીને બન્યો અમીર… ભારતનું નામ લઈને રશિયાએ કર્યા યુકે પર પ્રહારો

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ માત્ર હથિયારોથી જ નહીં, નિવેદનોથી પણ લડાઈ રહ્યું છે. યૂક્રેનને સમર્થન આપવા બદલ રશિયાએ બ્રિટન પર નિશાન સાધ્યું છે. બ્રિટન વિરુદ્ધ નિવેદન આપવા માટે રશિયાએ ભારતનો સહારો લીધો છે

Russia says 'UK got wealthier at expense of India, exploited Indians during colonial rule'

બ્રિટન 16 કરોડ ભારતીયોનો 'હત્યારો', લૂંટીને બન્યો અમીર... ભારતનું નામ લઈને રશિયાએ કર્યા યુકે પર પ્રહારો

News Continuous Bureau | Mumbai

રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ માત્ર હથિયારોથી જ નહીં, નિવેદનોથી પણ લડાઈ રહ્યું છે. યૂક્રેનને સમર્થન આપવા બદલ રશિયાએ બ્રિટન પર નિશાન સાધ્યું છે. બ્રિટન વિરુદ્ધ નિવેદન આપવા માટે રશિયાએ ભારતનો સહારો લીધો છે. રશિયાએ કહ્યું છે કે બ્રિટને તેની સંસ્થાનવાદી નીતિઓથી ભારતને સાચા અર્થમાં નુકસાન પહોંચાડ્યું છે. તેના કારણે લાખો લોકોના મોત થયા છે. રશિયાએ કહ્યું કે 1880 થી 1920 વચ્ચે ભારતના શાસન દરમિયાન બ્રિટનના કારણે 10 કરોડ ભારતીયોએ પીડિત થયા.

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ, રશિયન વિદેશ મંત્રાલયે આ નિવેદન આપ્યું. વિદેશ મંત્રાલયે તેના આંકડાઓ માટે આર્થિક માનવશાસ્ત્રીઓ જેસન હિકલ અને ડાયલન સુલિવાનના સંશોધનને ટાંક્યા છે. બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવવાની સાથે રશિયાએ તત્કાલિન બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની ભારતમાં નીતિઓની નિંદા કરી. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, ‘1880થી 1920 સુધીમાં ભારતના લગભગ 16 કરોડ લોકોના મોત થયા અને બ્રિટને ટ્રિલિયન ડોલરની સંપત્તિ લૂંટી લીધી.’

આ સમાચાર પણ વાંચો:   ઈશાન મુંબઈ માટે સારા સમાચાર, હવે સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડાશે. જાણો મહત્વકાંક્ષી યોજના વિશે 

બ્રિટનના કારણે ભારતમાં લોકો મૃત્યુ પામ્યા

દર વખતે જ્યારે બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લાગે છે, ત્યારે એક જૂથ એવો પણ છે જે દાવો કરે છે કે વસાહતીકરણની ભારત પર સકારાત્મક અસર પડી હતી. રશિયાના વિદેશ મંત્રાલયે પણ આ કથિત સકારાત્મક અસરની નિંદા કરી છે. હિકલ અને સુલિવાનના અભ્યાસને ટાંકીને રશિયાએ કહ્યું, ‘1880ના દાયકામાં ભારતમાં મૃત્યુ દર 1000 વ્યક્તિ દીઠ 37.2 હતો, જે 1910માં વધીને 44.2 થયો. આ સમયગાળા દરમિયાન ભારતીયોનું આયુષ્ય પણ 26.7 વર્ષથી ઘટીને 21.9 વર્ષ થઈ ગયું.’

વિન્સ્ટન ચર્ચિલના જાતિવાદની યાદ અપાવી

આ દરમિયાન રશિયાએ તે સમયનો પણ ઉલ્લેખ કર્યો જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. રશિયાએ કહ્યું કે 1943માં તત્કાલિન પીએમ વિન્સ્ટન ચર્ચિલે ભારતમાંથી બ્રિટનમાં અનાજ મોકલવાનો નિર્ણય લીધો હતો. આ કારણોસર એકલા બંગાળમાં લાખો ભારતીયો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. રશિયાએ વિન્સ્ટન ચર્ચિલની જાતિવાદી ટિપ્પણીની પણ યાદ અપાવી, જે મુજબ ચર્ચિલે કહ્યું હતું કે, ‘હું ભારતીયોને નફરત કરું છું. તેઓ પ્રાણીઓ જેવા છે, તેમનો ધર્મ પણ પાશવિક છે.’ રશિયાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બ્રિટને યૂક્રેનને ટેન્ક આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો:  ગજબ કહેવાય, દાદરમાં પોલીસે મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કટઆઉટ ખસેડી નાખ્યું. તો શિંદે ગ્રુપે ઉદ્ધવ ઠાકરે ને ખીજવવા માતો શ્રી સામે આ કામ કર્યું.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version