News Continuous Bureau | Mumbai
લગભગ 3 મહિનાના સમયગાળા બાદ રશિયા(Russia)એ રાજધાની કીવ (kiev)સહિતના વિસ્તારોમાં ભીષણ મિસાઈલ હુમલા (Missile Attack) શરુ કરી દીધા છે.
આજે રશિયન દળો(Russian military)એ રાજધાની કીવ સહીત 12 શહેરો પર 75 મિસાઈલ છોડી છે
આ હુમલામાં અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે અને 89 અન્ય ઈજાગ્રસ્ત થઈ ગયા છે.
ક્રીમિયા બ્રિજ પર યૂક્રેની હૂમલા પછી રશિયા હલબલી ગયું છે. જેને કારણે રશિયન સૈનિકોએ યૂક્રેનના અનેક શહેરો પર હુમલો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 8 ઓક્ટોબરે એઝોવ સમુદ્રને કાળા સમુદ્ર સાથે જોડતા યુરોપના સૌથી લાંબા પુલ પર પાર્ક કરેલા વિસ્ફોટક ભરેલા વાહનમાં વિસ્ફોટ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો
