Site icon

Russia-Ukraine War: ચાલી રહી હતી મીટીંગ, વચ્ચે એક વ્યક્તિએ ખિસ્સામાંથી ગ્રેનેડ કાઢ્યો, પછી થયો ધમાકો, જુઓ વિડીયો..

Russia-Ukraine War: રશિયા સાથે ચાલુ યુદ્ધ વચ્ચે યુક્રેનના એક ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેનો વીડિયો તમને આશ્ચર્યચકિત કરી દેશે. યુક્રેનના એક ગામના ગ્રામ્ય કાઉન્સિલરે મીટિંગની વચ્ચે અચાનક જ લોકો પર ગ્રેનેડ ફેંકી દીધો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 26 લોકો ઘાયલ થયા હતા

Russia-Ukraine War 26 injured after councillor detonates grenades in Ukraine village council meet

Russia-Ukraine War 26 injured after councillor detonates grenades in Ukraine village council meet

News Continuous Bureau | Mumbai

Russia-Ukraine War: યુક્રેનના ( Ukraine ) એક ગ્રામ્ય પંચાયતમાં ( Village council meet  ) થયેલા ગ્રેનેડ હુમલાએ ( grenade attack ) આખી દુનિયાને ચોંકાવી દીધી છે. યુક્રેનના એક ગ્રામ્ય કાઉન્સિલરે ( Village Councillor ) એક મીટિંગમાં સાથીદારો પર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલા દરમિયાન એક હુમલાખોરનું મોત થયું હતું અને 26 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં 6ની હાલત અત્યંત ગંભીર છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

 

કાઉન્સિલરે લોકો વચ્ચે ફેંકયા ગ્રેનેડ

વાયરલ વીડિયોમાં ( Viral Video ) જોઈ શકાય છે કે હુમલા દરમિયાન ગામના કાઉન્સિલર લોકોની વચ્ચે ઉભા છે. પછી તેણે અચાનક પોતાના ખિસ્સામાંથી ગ્રેનેડ ( grenades  ) કાઢ્યા અને બંને બાજુની બેન્ચ પર બેઠેલા લોકો વચ્ચે ફેંકયા. આ હુમલો એટલો ઝડપથી કરવામાં આવ્યો કે સભામાં બેઠેલા લોકોઆ સમાચાર પણ વાંચો :ને બચવાની તક પણ ન મળી.

આ સમાચાર પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્રમાં લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ.. થયો ભયાનક માર્ગ અકસ્માત.. આટલાનાં મોત.. જાણો વિગતે..

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, આ હુમલાની માહિતી આપતાં યુક્રેનિયન પોલીસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે સવારે પશ્ચિમ યુક્રેનમાં કેરેત્સ્કી ગામ પરિષદના મુખ્યાલયમાં બની હતી. પોલીસે આ હુમલાનો વીડિયો ટેલિગ્રામ પર પણ પોસ્ટ કર્યો છે. રિપોર્ટ અનુસાર, શુક્રવારે યુક્રેનના ઝાકરપટ્ટિયા વિસ્તારમાં કેરેત્સ્કી ગ્રામ્ય પરિષદની બેઠકમાં એક ગ્રામ્ય કાઉન્સિલરે અચાનક ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

હુમલા પાછળનો હેતુ શોધીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. તે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના સર્વન્ટ ઓફ ધ પીપલ પાર્ટી સાથે સંકળાયેલા કાઉન્સિલ મેમ્બર છે. તમને જણાવી દઈએ કે યુક્રેન ફેબ્રુઆરી 2022 થી તેના પૂર્વી મોરચે રશિયા સાથે યુદ્ધમાં વ્યસ્ત છે.

Trump India Tariff: ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કરી આવી અપીલ, પુતિન પર દબાણ બનાવવા માટે ઘડી રણનીતિ
Canada Visa: કેનેડાના કડક વિઝા નિયમોએ વૈશ્વિક શિક્ષણને બદલ્યું, ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદ બન્યું આ શહેર
Turkey: નેપાળ બાદ હવે તુર્કી એ પણ સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Exit mobile version