Site icon

Russia Ukraine War: યુક્રેન યુદ્ધ ખતમ કરવાની પુતિનની શરતો ફગાવી, શાંતિ પરિષદમાં મામલો કેમ ન ઉકેલાયો?..

Russia Ukraine War:પુતિને યુક્રેનમાં શાંતિને લઈને સ્વિત્ઝરલેન્ડમાં ચાલી રહેલી કોન્ફરન્સ પહેલા વધુ એક નિવેદન આપ્યું છે. રશિયન પ્રમુખે કહ્યું કે જો યુક્રેન મોસ્કોને તેની વધુ જમીન આપવા તૈયાર હોય અને નાટોમાં જોડાવાનો પોતાનો આગ્રહ છોડી દે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.

Russia Ukraine War Rejecting Putin's conditions to end the war in Ukraine, why was the matter not resolved in the peace conference.

Russia Ukraine War Rejecting Putin's conditions to end the war in Ukraine, why was the matter not resolved in the peace conference.

News Continuous Bureau | Mumbai 

 Russia Ukraine War: ઇટલી અને જર્મનીના નેતાઓએ વ્લાદિમીર પુતિનના ( Vladimir Putin) યુક્રેન યુદ્ધને રોકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. પુતિને યુદ્ધવિરામ ( cease fire ) માટે શરતો નક્કી કરી હતી. જો કે, વ્લાદમીન પૂતિનની તમામ શરતો ઈટલી અને જર્મનીએ ફગાવી દીધી હતી. 

Join Our WhatsApp Community

રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં ( Switzerland ) યોજાયેલી સમિટમાં ઘણા દેશો પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, ઇટલી અને જર્મનીના નેતાઓએ યુદ્ધને રોકવા ( Ukraine cease fire ) માટે રશિયન પ્રમુખ પુતિનની શરતોને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.

Russia Ukraine War: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધને રોકવાની યોજનાને પ્રચાર ગણાવ્યો હતો..

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધને રોકવાની યોજનાને પ્રચાર ગણાવ્યો હતો. તેમણે નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે, આમાં યુક્રેનને ( Ukraine ) જ યુક્રેનની બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનની આ શાંતિ યોજનાને સરમુખત્યાર શાંતિ  સમજોતા કહીને ફગાવી દીધી હતી.

આ સમાચાર  પણ વાંચો :  T20 WC 2024 : ઓસ્ટ્રેલિયાની જીતે સ્કોટલેન્ડનું વર્લ્ડ કપનું સપનું તોડી નાખ્યું અને ઈંગ્લેન્ડ માટે સુપર-8ના દરવાજા ખોલી નાખ્યા… જાણો શું છે આ સમીકરણ..

રશિયા -યુક્રેન યુદ્ધમાં શાંતિ સમજોતા પર બે દિવસીય સમિટ પહેલા પુતિને યુદ્ધવિરામ માટે પોતાની શરતો યુક્રેનને જણાવી હતી. શુક્રવારે પુતિને કહ્યું હતું કે શાંતિ મંત્રણા માટે યુક્રેનને ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્યામાંથી પોતાના સૈનિકોને પાછા હટાવવા પડશે અને યુક્રેનને નાટોમાં ( NATO ) સામેલ થવાનું સપનું છોડવું પડશે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ( Volodymyr Zelenskyy ) આર્મી ચીફ એન્ડ્રી યર્માકે બીબીસીને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અથવા પ્રાદેશિક અખંડિતતા પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં 90 થી વધુ દેશો અને વૈશ્વિક સંસ્થાઓ ભાગ લઈ રહી છે. જંગી આક્રમણ પછી યુક્રેન માટે આ સૌથી મોટી ઉજવણી છે.

 

Ashes 2025-26: 1936-37 માં 0-2ની હારને ઑસ્ટ્રેલિયાએ 3-2થી પલટી! શું બેન સ્ટોક્સની ઇંગ્લેન્ડ 89 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવશે?
Vladimir Putin: યુરોપિયન દેશો પુતિનના ‘અખંડ રશિયા’ના પ્લાનથી ડર્યા, રશિયાએ તાત્કાલિક આપી પ્રતિક્રિયા!
US Tariff India: અમેરિકન ટેરિફ પર રઘુરામ રાજનનો ધમાકો ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ મુદ્દે પાકિસ્તાનનો કેમ કર્યો ઉલ્લેખ?
Silver Rate Record: ચાંદીના ભાવમાં આવી સુનામી, સિલ્વર રેટ ₹૨ લાખની નજીક, રોકાણકારો માટે શું છે સંકેત?
Exit mobile version