ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
પોતાના દેશમાં થયેલા રશિયાના હુમલાની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ કહ્યું કે યૂક્રેન રશિયા આગળ કદી પણ સરેન્ડર નહીં કરે.
તેમણે એમ પણ કહ્યું કે અમે રશિયા સામે ઝૂકવાના નથી. અમારા દેશની સેના રશિયાને જડબાતોડ જવાબ આપી રહી છે.
આ સાથે જ યૂક્રેને રશિયા સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડવાની પણ જાહેરાત કરી દીધી છે.