ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર.
યુક્રેન સાથે યુદ્ધ કરી રહેલા રશિયાએ ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને એવું નિવેદન આપ્યું કે દુનિયા ચોંકી ઉઠી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, રશિયાના વિદેશમંત્રી સેરગેઈ લાવરોવે જણાવ્યું છે કે જો થર્ડ વોર થશે તો અમે ન્યુક્લિયર એટેક કરીશું.
સાથે તેમણે કહ્યું કે યુક્રેનને પરમાણુ હથિયાર હાંસલ કરવાની કદી પણ મંજૂરી નહીં આપીએ.
આ ઉપરાંત તેમણે કહ્યું કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થયું તો તે પરમાણુ યુદ્ધ થશે અને ઘણું વિશાનકારી હશે.
નિષ્ણાતોનું માનવું છે કે રશિયાની ન્યુક્લિયર એટેકની ધમકી ખરેખર ગંભીર છે જો આવું થશે તો તબાહી મચી જશે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર હવે હુમલા વધારી દીધા છે.