Site icon News Continuous Bureau | Mumbai

રશિયન સેનાએ પુતિન સામે ધોકો પછાડયો, હથિયાર હેઠા મુકવાની આપી ધમકી… જાણો શું છે કારણ..

Russian army unable to fight in minus 25 temperature ready to rebel against Putin

રશિયન સેનાએ પુતિન સામે ધોકો પછાડયો, હથિયાર હેઠા મુકવાની આપી ધમકી… જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai

 છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલ યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેનાએ પુતિનને વિદ્રોહની ધમકી આપી છે. વાસ્તવમાં, રશિયન સૈનિકોએ વ્લાદિમીર પુતિનના નામે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે અમે દુશ્મન સાથે લડતા પહેલા અમે ખતરનાક ઠંડી સામે લડી રહ્યા છીએ. પુતિનના સૈનિકોએ કહ્યું કે પૂરતા રાશન અને શસ્ત્રો વિના માઈનસ 25 ડિગ્રી સેલ્સિયસમાં લડવું મુશ્કેલ છે. યુદ્ધ પહેલા અમે બરફમાં જામી જઈશું.

Join Our WhatsApp Channel

 રશિયન સૈનિકોએ તેમની પીડા વ્યક્ત કરી..

પશ્ચિમી અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે રશિયન સૈન્ય ઉપકરણો અને સૈન્યની અછતથી હેરાન છે. સૈનિકોએ પુતિન પાસે વ્યક્તિગત રીતે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સંબોધિત કરવાની માંગ કરી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે ડઝનથી વધુ સૈનિકો વતી એક રશિયન સૈનિકે કહ્યું કે અહીં અત્યારે -25 ડિગ્રી તાપમાન છે. અમારે અહીં બરફમાં રહેવાનું છે. તેથી રાશન અને હથિયારની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે.

વીડિયોમાં રશિયન સૈનિકોએ કહ્યું કે અમારા કમાન્ડર અમારી મજબૂરી સમજવા તૈયાર નથી. અમે જ્યારે કહીએ છીએ કે અમને વધુ રાશન અને હથિયાર ઉપલબ્ધ કરાવો ત્યારે તેઓ હાથ ઉંચા કરી લે છે અને કહે છે કે આનાથી જ કામ ચલાવવું પડશે.

દરમિયાન એક સૈનિકે કહ્યું, અમે હવે વરિષ્ઠોના આદેશોને ન અનુસરવા મજબૂર બનીશું. કારણ કે અહીંનું તાપમાન -20 ડિગ્રીથી 25 ડિગ્રી સેલ્સિયસ છે. તેથી અમારી દરેક મદદ કરવી જોઈએ. અમારી પાસે સમય ખૂબ ઓછો છે. અમારી એકમાત્ર આશા તમે છો. 

આ સમાચાર પણ વાંચો:  UNએ હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો, ભારતને સફળતા મળી

Sharjah Oil Tanker Drone Attack અરબ સાગરમાં ફરી મોટો હુમલો! શારજાહ નજીક ઓઇલ ટેન્કર પર ડ્રોન ત્રાટક્યું ૨૨ ભારતીય નાવિકોનો આબાદ બચાવ
Trump Russia Diesel Deal ભારતને ઉપદેશ આપવા વાળા ટ્રમ્પે રશિયન ડીઝલ માટે પુતિન સામે લંબાવ્યો હાથ, અમેરિકાની બેવડી નીતિ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સવાલો
Navi Pillay Wins 2026 Nobel Peace Prize માનવાધિકાર અને ન્યાયની વૈશ્વિક અવાજને સર્વોચ્ચ બહુમાન! ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર
Shehbaz Sharif Donald Trump Nobel Prize આર્થિક ભીખ માટે અમેરિકાની આટલી ખુશામત? પાક પીએમ શેહબાઝ શરીફે કરી ભલામણ, બોલ્યા ટ્રમ્પ સાહેબને નોબેલ પુરસ્કાર મળવો જ જોઈએ
Exit mobile version