Site icon News Continuous Bureau | Mumbai

Russian Oil Production પુતિન ટેન્શનમાં! યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાની કમર તોડી, ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં મોટો ઘટાડો..

Russian Oil Production રશિયાની અનેક ઓઈલ રિફાઈનરીઓ મરામત હેઠળ હોવાનો સરકારે દાવો કર્યો; સ્થાનિક સપ્લાય જાળવી રાખવા માટે જેટ ફ્યુઅલની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ.

Russian Oil Production  પુતિન ટેન્શનમાં! યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાની કમર તોડી, ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં મોટો ઘટાડો..

Russian Oil Production પુતિન ટેન્શનમાં! યુક્રેનના ડ્રોન હુમલાએ રશિયાની કમર તોડી, ક્રૂડ ઓઈલના ઉત્પાદનમાં મોટો ઘટાડો..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Russian Oil Production યુક્રેન સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે રશિયાના અર્થતંત્ર અને તેની કરોડરજ્જુ સમાન ઓઈલ સેક્ટરને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં યુક્રેને રશિયાના ઓઈલ ડેપો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર શ્રેણીબદ્ધ હુમલા કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે રશિયાના તેલ ઉત્પાદન પર ગંભીર અસર થઈ છે. અત્યાર સુધી આ નુકસાનને સત્તાવાર રીતે સ્વીકારવાનો ઈનકાર કરનાર રશિયાએ આખરે આ વાત કબૂલવી પડી છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે સત્તાવાર રીતે જણાવ્યું છે કે વર્ષની શરૂઆતની સરખામણીએ હાલમાં રશિયાનું ક્રૂડ ઓઈલનું ઉત્પાદન ઘટ્યું છે, કારણ કે દેશની ઘણી મોટી રિફાઈનરીઓ હાલમાં બંધ છે અથવા મરામતના તબક્કામાંથી પસાર થઈ રહી છે.

Russian Oil Production : સેન્ટ પીટર્સબર્ગ ઇકોનોમિક ફોરમમાં રશિયન નેતાની મોટી કબૂલાત

સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન પત્રકારો સાથેની ખાસ વાતચીતમાં ડેપ્યુટી પીએમ નોવાકે જણાવ્યું હતું કે, હાલમાં વર્ષ 2026ની શરૂઆતની તુલનામાં રશિયાનું ઓઈલ પ્રોડક્શન વાસ્તવમાં ઘણું ઓછું છે. તેમણે દાવો કર્યો કે રિફાઈનરીઓ મેન્ટેનન્સના કારણે પ્રભાવિત થઈ છે, જો કે આ નુકસાનની ભરપાઈ કરવા માટે રશિયા પોતાના નિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોવાક આંતરરાષ્ટ્રીય તેલ સંગઠનની બેઠકોમાં રશિયાનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેમનું આ નિવેદન એ વાતનો પુરાવો છે કે યુક્રેનના ડ્રોન હુમલા રશિયાની ઘરેલું તેલ શુદ્ધિકરણ ક્ષમતાને તોડવામાં સફળ રહ્યા છે.

Russian Oil Production : સ્થાનિક કટોકટી ટાળવા માટે જેટ ફ્યુઅલની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

તેલ ઉત્પાદનમાં થયેલા ઘટાડાને જોતા રશિયાએ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની નિકાસ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુક્રેને બાલ્ટિક સાગર અને બ્લેક સી સ્થિત રશિયાના મુખ્ય નિકાસ ટર્મિનલોને પણ નિશાન બનાવ્યા છે. આ આર્થિક સંકટ અને સ્થાનિક બજારમાં તેલની અછતને ટાળવા માટે રશિયાએ ચાલુ સપ્તાહે જ 30 નવેમ્બર 2026 સુધી જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઈંધણની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ અગાઉ રશિયાએ ગત 1 એપ્રિલથી પેટ્રોલની નિકાસ પર પણ આવો જ પ્રતિબંધ લાદ્યો હતો. રશિયા વૈશ્વિક સ્તરે બહુ ઓછી માત્રામાં એવિએશન ફ્યુઅલની નિકાસ કરતું હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર પર આની બહુ મોટી અસર નહીં થાય, પરંતુ આ નિર્ણય રશિયાની આંતરિક નબળાઈ છતી કરે છે.

Russian Oil Production : વૈશ્વિક બજારનો લાભ લેવાની રશિયાની વ્યૂહરચના નિષ્ફળ કરવાનો યુક્રેનનો પ્લાન

યુક્રેને રશિયાની અંદર ઘૂસીને તેની અગ્રણી રિફાઈનરીઓને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે નિશાન બનાવી છે. યુક્રેનનો મુખ્ય ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણની વધતી કિંમતોનો આર્થિક લાભ લેવાની રશિયાની ક્ષમતાને સંપૂર્ણપણે નબળી કરવાનો છે, જેથી રશિયાને યુદ્ધ માટે ફંડ મળતું બંધ થઈ જાય. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જ યુક્રેને દૈનિક 3 લાખ બેરલની ક્ષમતા ધરાવતી રશિયાની યારોસ્લાવલ ઓઈલ રિફાઈનરી પર ભીષણ ડ્રોન હુમલો કર્યો હતો. જેલેન્સ્કીએ ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તેઓ આ યુદ્ધને રશિયાની ધરતી સુધી પાછું લઈ જઈ રહ્યા છે અને રશિયાના આર્થિક સ્ત્રોતો પરના આવા હુમલાઓ આગામી સમયમાં વધુ તેજ કરવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
India GDP Data યુદ્ધ, ટ્રમ્પ ટેરિફ… છતાં ભારતીય અર્થતંત્રની મજબૂત સ્પિરિટ; નાણાકીય વર્ષ 26 માં GDP વૃદ્ધિ દર અનુમાન કરતાં સારા આંકડા

Trump Administration Lifts Sanctions on 4 Indian Companies ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય ભારતની 4 કંપનીઓ સામેથી પ્રતિબંધ હટાવ્યો, જાણો શું છે યાદી
Why 40°C Heatwave Causes Panic in Germany ભારતમાં 45 ડિગ્રી સામાન્ય, પણ જર્મનીમાં 40 ડિગ્રીએ મચે છે હાહાકાર; જાણો કેમ ?
Helmet Exemption Ruling બોમ્બે હાઈકોર્ટે શીખ સમુદાય માટે હેલ્મેટમાંથી મુક્તિના નિયમને માન્ય રાખ્યો, અરજી ફગાવી
Ram Mandir Donation Theft રામ મંદિર દાન ચોરી કેસમાં આકરા પાણીએ યોગી સરકાર, મુખ્ય આરોપી ટિન્નુ સહિત 8 સામે લાગશે ગેંગસ્ટર એક્ટ
Exit mobile version