Site icon News Continuous Bureau | Mumbai

રશિયામાં પુતિનના 2024 સુધી પ્રમુખ પદે રહેવાનો રસ્તો સાફ, પુતિન સમર્થક પક્ષને આટલા ટકા બહુમતી મળી; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

રશિયામાં વ્લાદિમીર પુતિન નું સમર્થન કરતા શાસક પક્ષ યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવી છે. 

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ લગભગ 50 ટકા મત યુનાઇટેડ રશિયા પાર્ટીને મળ્યા છે. જ્યારે 20 ટકા મત વિપક્ષી સામ્યવાદી પક્ષને મળ્યા છે. 

જોકે પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે. 

2016માં તેની મતદાનની ટકાવારી 54 ટકા હતી, આ વખતે 50 ટકા થઈ છે.

ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા, પરંતુ રશિયાના ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા છે. 

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામની સીધી અસર રશિયાની ભવિષ્યની રાજનીતિ પર પડશે. સંસદમાં ફરી એક વખત પુતિન સમર્થકોની બહુમતી થઈ ગઈ છે. તેના લીધે 1999થી દેશના સત્તા પર બેઠેલા પુતિનને 2024 સુધી રાષ્ટ્રપતિ રહેવાની તક મળી જશે. 

વાહ! વીજ ગ્રાહકોને સમયસર વીજળીના બિલ ભરવા પ્રોત્સાહન આપવા બેસ્ટે અજમાવી આ યોજના; જાણો વિગત

Iran ICBM Range Expansion અમેરિકા સુધી માર કરનારી મિસાઇલો બનાવશે ઈરાન, ટ્રમ્પની સૌથી મોટી શર્તને કહ્યું ના!
Lahore Gurdwara Reopened પાકિસ્તાને ૧૯૪૭ના ભાગલા પછી પહેલીવાર લાહોરના ઐતિહાસિક ગુરુદ્વારાને ૭૯ વર્ષ બાદ પુનઃ ખોલ્યું, શરૂ થઈ શીખ પૂજા
Sheikh Hasina Passport Request શેખ હસીનાએ નવો પાસપોર્ટ માંગ્યો, બાંગ્લાદેશ પરત ફરવા માટે લીધું પહેલું પગલું ઢાકાએ પ્રત્યાર્પણની કરી માંગ
China Debt Crisis ચીનની આર્થિક કટોકટી લોનની ચુકવણી ન કરી શકતા 10 કરોડ લોકો પાછળ પડ્યા રિકવરી એજન્ટો, બેડડેબ્ટ માર્કેટમાં મોટો ઉછાળો
Exit mobile version