Site icon

સાઉદી અરબે મસ્જિદના લાઉડસ્પીકરના વૉલ્યુમ અંગે જાહેર કર્યો આ નવો નિયમ; સોશિયલ મીડિયા પર જાગ્યો વિવાદ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

સાઉદી અરબમાં ઇસ્લામિક બાબતોના મંત્રાલયે ગયા અઠવાડિયે મસ્જિદોમાં લાઉડસ્પીકર્સને લગતા નવા નિયમો જારી કર્યા હતા. નવા નિયમો હેઠળ સ્પીકર્સને તેમના મહત્તમ અવાજના ત્રીજા ભાગના સ્તરે રાખવા સૂચના આપવામાં આવી છે. લાઉડસ્પીકર્સનો ઉપયોગ ફક્ત નમાજની આઝાન માટે જ થવો જોઈએ, આખા પ્રસારણ માટે નહીં.

આ નિયમો સામે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આક્રોશ જતાવ્યો છે, પરંતુ સરકાર આ પગલાને સમર્થન આપી રહી છે. ઇસ્લામિક બાબતોના પ્રધાન અબ્દુલ લતીફ અલ-શેખે હવે નવા આદેશોનું સમર્થન કરતાં મીડિયાને કહ્યું છે કે વધુ પડતા અવાજની ફરિયાદો બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. ઘણા નાગરિકોએ ફરિયાદ કરી હતી કે મોટા અવાજના કારણે બાળકો અને વૃદ્ધોને મુશ્કેલી પડી રહી છે.એક સરકારી ટીવી ચૅનલે જારી કરેલા વીડિયોમાં શેખે કહ્યું હતું કે, "જેને નમાજ અદા કરવાની હોય તેઓએ ઇમામના આહ્વાનની રાહ જોવાની જરૂર નથી. તેઓએ નમાજ પૂર્વે મસ્જિદ પહોંચવું જોઈએ."

તો હવે આ કંપની બનાવશે કોવેક્સિનના ૨૨ કરોડ ડોઝ; મહારાષ્ટ્રને થશે મોટો લાભ, જાણો વિગત

તેમણે ઉમેર્યું હતું કે ઘણી ટીવી ચૅનલો નમાજ અને કુરાનની વાર્તાઓ પણ પ્રસારિત કરે છે. લાઉડ સ્પીકર્સનો હેતુ મર્યાદિત થઈ ગયો છે. ઘણા લોકોએ આ પગલાને આવકાર્યું છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેની સામે અવાજો વધવા માંડ્યા છે.હવે રેસ્ટોરાં અને કાફેમાં મોટેથી સંગીત વગાડવા પર પ્રતિબંધની માગણી કરતો હેશટેગ પણ ટ્રેન્ડમાં છે.

Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
Exit mobile version