ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર
સાઉદી અરેબિયાની સરકારે પોતાના દેશમાં સુન્ની ઈસ્લામિક ઓર્ગનાઈઝેશનની તબલીગી જમાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં પણ તેને 'આતંકવાદનો દરવાજો' પણ ગણાવ્યો હતો. સરકારે દેશની તમામ મસ્જિદના ઉપદેશકો, મૌલવીને આવતા શુક્રવારે નાગરિકોને તબલીગી જમાત વિશે ચેતવણી આપવાનો આદેશ પણ આપ્યો છે.
સાઉદી અરેબિયાના મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર દ્વારા તેને લઈને સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ કરવામાં આવી હતી. જેમાં તમામ મસ્જિદને શુક્રવારે તાત્કાલિક નમાજનું આયોજન કરવું અને નાગરિકોને તબલીગી જમાત અને દા’વા ગ્રુપ જેને અલ હબાબ પણ કહેવામાં આવે છે, તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિશે જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું.
વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો
સરકારે તમામ મસ્જિદના ઉપદેશ, મૌલવીઓને તબલીગી જમાતે શું ભૂલ કરી હતી, તેને વિશે નાગરિકોને જાણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ગ્રુપ સમાજ માટે કેટલુ જોખમી છે અને તે આંતકવાદના દરવાજા સમાન હોવાનું લોકોને સમજાવવાનું પણ કહેવામાં આવ્યું છે.
