Site icon

Saudi Arabia lithium : સાઉદી અરેબિયાને મળ્યો ‘વ્હાઈટ ગોલ્ડ’નો પહાડ, ક્રાઉન પ્રિન્સ MBSના આ સપનાને મળી પાંખો!

Saudi Arabia lithium : સાઉદી અરેબિયાના ખાણકામ બાબતોના નાયબ પ્રધાન, ખાલિદ બિન સાલેહ અલ-મુદૈફરે જાહેરાત કરી છે કે તેમનો દેશ લિથિયમ માઇનિંગને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં વ્યાપારી પાયલોટ પ્રોગ્રામ શરૂ કરશે.

Saudi Arabia lithium Saudi Arabia hits JACKPOT, discovers ‘white gold’ in its oil fields; what it means for the kingdom’s oil-rich economy

Saudi Arabia lithium Saudi Arabia hits JACKPOT, discovers ‘white gold’ in its oil fields; what it means for the kingdom’s oil-rich economy

News Continuous Bureau | Mumbai

Saudi Arabia lithium : સાઉદી અરેબિયા તેના વિશાળ તેલ ભંડાર અને કુદરતી ગેસ માટે જાણીતો છે, જોકે હવે આ દેશને  જેકપોટ લાગ્યો છે.  મીડિયા રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયાને તાજેતરમાં સમુદ્ર નજીકના તેના તેલ ક્ષેત્રોમાં લિથિયમનો ભંડાર મળ્યો છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયાની રાજ્ય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કંપની સાઉદી અરામકોએ એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેના એક તેલ ક્ષેત્રમાંથી લિથિયમ કાઢ્યું છે.

Join Our WhatsApp Community

Saudi Arabia lithium : ઈલેક્ટ્રોનિક કારનું હબ બનવા માંગે છે સાઉદી અરેબિયા

અહેવાલો અનુસાર સાઉદી અરેબિયાના ખાણકામ બાબતોના નાયબ પ્રધાન, ખાલિદ બિન સાલેહ અલ-મુદૈફરે જાહેરાત કરી છે કે રાજ્ય લિથિયમના સીધા ખાણકામને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં વ્યાપારી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટની જવાબદારી કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજીને આપવામાં આવી છે.  જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ઈલેક્ટ્રોનિક કારનું હબ બનવા માંગે છે, તેથી આ દેશ દર વર્ષે આ ક્ષેત્રમાં અબજો રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે, આ દરમિયાન લિથિયમનો ભંડાર મળવો સાઉદી અરેબિયા માટે એક મોટા સમાચાર છે.

Saudi Arabia lithium : ભાવ વધશે તો સાઉદી અરેબિયાને મળશે લાભ   

સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થા મોટાભાગે તેના તેલ અને કુદરતી ગેસના ભંડાર પર નિર્ભર છે. તેની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે, દેશ ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતો પર પણ ધ્યાન આપી રહ્યો છે. દરિયાઈ વિસ્તારોમાંથી લિથિયમ કાઢવાની પરંપરાગત પદ્ધતિ માટે ઊંચો ખર્ચ કરવો પડે છે, જો કે, જો વિશ્વભરમાં લિથિયમની કિંમતો વધે તો સાઉદી અરેબિયાને તેનો લાભ મળી શકે છે. સાઉદી અરેબિયાના મંત્રીનું કહેવું છે કે લિથિયમ કાઢવા માટે નવી ટેક્નોલોજીની શોધ કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

આ સમાચાર પણ વાંચો  : Mumbai Congress Office :રાહુલ ગાંધીના નિવેદનનો મુંબઈમાં વિરોધ, ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો, તોડફોડ કરી; જુઓ વીડીયો

Saudi Arabia lithium : લિથિયમ શા માટે મહત્વનું છે?

મહત્વનું છે કે ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે લિથિયમ એક મહત્વપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે.  અશ્મિભૂત ઇંધણના સ્ત્રોતો ઝડપથી ઘટી રહ્યા છે, તેથી વૈજ્ઞાનિકો વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો તરફ વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. આમાં લિથિયમની માંગ સૌથી વધુ છે. લિથિયમને સફેદ સોનું અથવા આધુનિક તેલ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ઈલેક્ટ્રિક વાહનોથી લઈને મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિક કાર સુધીની દરેક વસ્તુ માટે બેટરી બનાવવામાં થાય છે. તેની ઉપયોગીતાને કારણે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. વિશ્વભરમાં ઊર્જાના નંબર વન સ્ત્રોત તરીકે તેલ અને અન્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણને બદલી શકે છે.

Saudi Arabia lithium : લિથિયમની કિંમત શું છે?

અહેવાલ મુજબ વિશ્વભરમાં લિથિયમની વધતી માંગને કારણે તેની કિંમતો પણ ઝડપથી વધી રહી છે. અહેવાલો અનુસાર, વૈશ્વિક બજારમાં એક ટન લિથિયમની કિંમત લગભગ 57.36 લાખ રૂપિયા છે. વિશ્વ બેંકના અનુમાન મુજબ, 2050 સુધીમાં લિથિયમની વૈશ્વિક માંગમાં 500 ટકાનો વધારો થશે, આ સંદર્ભમાં, સાઉદી અરેબિયામાં લિથિયમ ભંડારની શોધ તેની અર્થવ્યવસ્થા માટે એક મોટો સંકેત છે.

 

Osama bin Laden: CIA એ કર્યો મોટો પર્દાફાશ: ઓસામાથી લઈને પાક.ના પરમાણુ શસ્ત્રો સુધી… પૂર્વ અધિકારીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Donald Trump: વિશ્વ રાજકારણમાં ગરમાવો: ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશના રાષ્ટ્રપતિને ‘ડ્રગ લીડર’ ગણાવ્યા, તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો.
FATF: પાકિસ્તાન હજી પણ રડાર પર! FATFએ કહી દીધું, ‘ટેરર ફંડિંગ કર્યું તો ફરી…’
Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
Exit mobile version