ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
સાઉદી અરેબિયાએ ઓસામા બિન લાદેનના ભાઈ બકર બિન લાદેનને જેલમાંથી છોડી દીધો છે. આશરે ત્રણ વર્ષ પહેલાં બકર બિન લાદેનને ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં પૂરવામાં આવ્યો હતો. તેની મુક્તિ કેમ થઈ છે એ સંદર્ભે હજી રહસ્ય અકબંધ રહ્યું છે. જેલમાંથી થયેલી આ મુક્તિ કાયમી છે કે પછી માત્ર થોડા સમય માટેની એ સંદર્ભે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
લકી અલી પછી હવે પરેશ રાવલના મૃત્યુની અફવા ઊડી, પરેશ રાવલે આપ્યો મજાકિયો જવાબ
ઉલ્લેખનીય છે કે બકર બિન લાદેન એ કોઈ આતંકવાદી નથી, પરંતુ એક બહુ મોટો બિઝનેસમેન છે. તે અનેક કંપની સમૂહનો માલિક છે તેમ જ રોડ કોન્ટ્રેક્ટથી માંડીને રિયલ એસ્ટેટ, શિપિંગ ઇન્ડસ્ટ્રી અને બીજા વ્યવસાયમાં તેની કંપનીઓ છે.
