Site icon News Continuous Bureau | Mumbai

Saudi Aramco Halts Crude Supply હોર્મુઝની સામુદ્રધુની બ્લોક થતાં વૈશ્વિક તેલ બજાર અસ્તવ્યસ્ત ભારતીય રિફાઇનરીઓને મળતું સાઉદી ક્રૂડ ખોરવાયું..

Saudi Aramco Halts Crude Supply ઈસ્ટવેસ્ટ પાઈપલાઈન પર ડ્રોન હુમલા બાદ સપ્લાય ખોરવાયો; બ્રેન્ટ ક્રૂડ $108ને પાર થતાં રિફાઈનરીઓ સામે મોટો પડકાર

Saudi Aramco Halts Crude Supply   હોર્મુઝની સામુદ્રધુની બ્લોક થતાં વૈશ્વિક તેલ બજાર અસ્તવ્યસ્ત ભારતીય રિફાઇનરીઓને મળતું સાઉદી ક્રૂડ ખોરવાયું..

Saudi Aramco Halts Crude Supply હોર્મુઝની સામુદ્રધુની બ્લોક થતાં વૈશ્વિક તેલ બજાર અસ્તવ્યસ્ત ભારતીય રિફાઇનરીઓને મળતું સાઉદી ક્રૂડ ખોરવાયું..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Saudi Aramco Halts Crude Supply પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ, હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં શિપિંગ અવરોધો અને લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના વધતા તણાવ વચ્ચે ભારત સામે ગંભીર તેલ સંકટ ઊભું થયું છે. સાઉદી અરેબિયાની સરકારી ઓઇલ જાયન્ટ સાઉદી અરામકો (Saudi Aramco) એ ભારતીય રિફાઇનરીઓને આગામી નોટિસ સુધી ક્રૂડ ઓઇલનો સપ્લાય અટકાવી દીધો હોવાની સત્તાવાર જાણ કરી છે. સાઉદી અરેબિયાની મહત્વપૂર્ણ ઈસ્ટવેસ્ટ ઓઈલ પાઈપલાઈન પર તાજેતરમાં થયેલા ડ્રોન હુમલા બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના લીધે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઉછળીને બેરલ દીઠ ૧૦૮ ડોલરને પાર પહોંચી ગયા છે.

Saudi Aramco Halts Crude Supply – ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર હુમલો અને સપ્લાય ઠપ

હોર્મુઝ રૂટ પર સંકટ ઊભું થયા બાદ સાઉદી અરેબિયા પોતાના પૂર્વ ક્ષેત્રમાંથી લાલ સમુદ્ર સ્થિત યાનબુ બંદર સુધી ૧,૨૦૦ કિલોમીટર લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન દ્વારા દૈનિક ૪૦ થી ૫૦ લાખ બેરલ ક્રૂડ પહોંચાડતું હતું. જોકે, ડ્રોન હુમલામાં પમ્પિંગ સ્ટેશનોને નુકસાન પહોંચતાં સુરક્ષાના ભાગરૂપે આ પાઈપલાઈન બંધ કરવી પડી છે. યાનબુ પોર્ટ પર પણ ઓઇલ લોડિંગ અટકાવી દેવાતાં સાઉદી અરામકોએ ભારત ઉપરાંત યુરોપિયન ગ્રાહકો માટે પણ ક્રૂડ કાર્ગો સ્થગિત કરી દીધા છે.

Saudi Aramco Halts Crude Supply – ભારતીય રિફાઇનરીઓ પર બેવડો બોજ

ભારતના કુલ ક્રૂડ આયાતમાં સાઉદી અરામકોનો હિસ્સો અંદાજે ૯ ટકા જેટલો રહ્યો છે. ભારત વાર્ષિક ટર્મ કોન્ટ્રાક્ટ હેઠળ તેલ મેળવતું હતું, જે હવે અટકી ગયું છે. જોકે ભારતીય ઓઈલ કંપનીઓ પાસે ટૂંકા ગાળા માટે સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ વૈકલ્પિક સોર્સ શોધવા માટે રિફાઈનરીઓએ સ્પોટ માર્કેટમાં ઊંચી કિંમત અને રેકોર્ડ સ્તરે પહોંચેલા શિપિંગ ભાડાં (Freight Rates) ચૂકવવા પડી રહ્યા છે. રશિયન ક્રૂડ પર અગાઉ મળતું ડિસ્કાઉન્ટ પણ ઘટી જતાં ભારતનું ઓઈલ ઈમ્પોર્ટ બિલ ઝડપથી વધવાની ભીતિ છે.

Saudi Aramco Halts Crude Supply – વૈકલ્પિક સપ્લાય અને દેશમાં ફુગાવાનું જોખમ

વૈશ્વિક સ્તરે બાબ અલ-મંદેબ અને હોર્મુઝ બંને સંવેદનશીલ રૂટ્સ પ્રભાવિત થતાં વૈકલ્પિક જહાજોને આફ્રિકા ફરીને લાંબો ચક્કર કાપવો પડી રહ્યો છે. ભારતીય રિફાઇનર્સ હવે યુએસ, બ્રાઝિલ, કેનેડા અને આફ્રિકન દેશો પાસેથી સપ્લાય વધારવા મથી રહ્યા છે. જો આ મડાગાંઠ લાંબી ચાલશે તો આગામી મહિનાઓમાં સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવ પર દબાણ વધી શકે છે, જે મોંઘવારીને વધુ ભડકાવી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Sanjay Raut New Book Launch સંજય રાઉતનું નવું પુસ્તક ટૂંક સમયમાં બુક કવર રિલીઝ કરી આપ્યા મોટા રાજકીય ધડાકાના સંકેત

Oman Cargo Ship Attack MEA ઓમાનમાં ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલા મુદ્દે વિદેશ મંત્રાલય લાલઘૂમ હુમલાને ગણાવ્યો ‘અત્યંત નિંદનીય અને અસ્વીકાર્ય’, ખલાસીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી
Xi Jinping Middle East Warning હોર્મુઝની સામુદ્રધુની અને તેલ સંકટ પર ચિંતા પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવા ચીન મેદાને ; વિશેષ દૂતને આ ત્રણ દેશમાં મોકલશે
Oman Coast Cargo Ship Attack ઓમાન કિનારે ભારતીય માલવાહક જહાજ પર ડ્રોન હુમલો ગુજરાતના ખલાસીનું કરુણ મોત, ૧૩ સભ્યોનો આબાદ બચાવ
India China Tunnel Boring Machine અમેરિકાચીન ચિપ વોરની ભારત પર અસર ટનલ બોરિંગ મશીનોના સપ્લાયમાં વિલંબથી ઇન્ફ્રા પ્રોજેક્ટ્સની ગતિ ધીમી પડવાની આશંકા
Exit mobile version