Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારો અહેવાલ : ૯/૧૧ના હુમલા પાછળ આ દેશ પણ હતો જવાબદાર, ના… ના… પાકિસ્તાન નહીં; જાણીને ચોંકી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર

અમેરિકામાં ૯/૧૧ના હુમલાના ૨૦મા વર્ષ નિમિત્તે રાષ્ટ્રપતિ જો બાયડેને એક દસ્તાવેજને સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે, જે અત્યાર સુધી ગુપ્ત રખાયો હતો. અમેરિકાની એફબીઆઇએ આતંકવાદી હુમલા માટે વિમાન અપહરણ કરનારાઓને સાઉદી અરબના બે લોકોએ સહયોગ કર્યો હોવાનું કહ્યું છે. અપહરણ કરનારાઓ અમેરિકામાં સાઉદી અરબના પોતાના સાથીઓ સાથે સંપર્કમાં હતા, પરંતુ તેનો કોઇ પુરાવો નથી કે આ ષડ્યંત્રમાં સાઉદી અરબ સરકાર સામેલ હતી.

Join Our WhatsApp Channel

હાલમાં જ રજૂ થયેલા આ દસ્તાવેજમાં વર્ષ ૨૦૧૫માં એક એવી વ્યક્તિના ઇન્ટરવ્યૂની જાણકારી આપવામાં આવી છે, જેણે અમેરિકન નાગરિકતા માટે આવેદન કર્યું હતું અને ઘણાં વર્ષો પહેલાં સાઉદી અરબના બે નાગરિકો સાથે વારંવાર સંપર્ક કર્યો હતો. એફબીઆઇનું  કહેવું છે કે આ જ નાગરિકોએ અપહરણકર્તાઓને આવશ્યક સામાનની ગોઠવણ કરવામાં મદદ કરી હતી.

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી પછી કેન્દ્ર સરકારે આખરે કોરોનાના દર્દીઓનાં મૃત્યુપત્રક અને ભરપાઈ સંદર્ભે આ નવો નિયમ બનાવ્યો; જાણો વિગત

અમેરિકન નાગરિકોના દબાણને કારણે જો બાયડને આ દસ્તાવેજ રજૂ કર્યો છે. નાગરિકો લાંબા સમયથી તેની માગ કરી રહ્યા હતા, જે ન્યૂ યૉર્કમાં ચાલતા તેમના કેસમાં મદદગાર થઈ શકે છે. નાગરિકોનો આરોપ છે કે સાઉદી અરબના વરિષ્ઠ અધિકારીઓનો આ હુમલામાં હાથ હતો.

જ્યારે સાઉદી અરબ સરકાર આ વાતને નકારે છે. વૉશિંગ્ટનમાં સાઉદી દૂતાવાસે જણાવ્યું હતું કે તેઓ બધા જ દસ્તાવેજો રજૂ કરવાનું સમર્થન કરે છે. જેથી તેમની સરકાર વિરુદ્ધ લાગેલા નિરાધાર આક્ષેપો ખતમ થઈ જાય.

Italy Nationwide Protests 2026 ઇટાલીમાં મોંઘવારી અને સૈન્ય ખર્ચ વધારા સામે જનઆક્રોશ ૪૦થી વધુ શહેરોમાં વિદ્યાર્થીઓશ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસે વોટર કેનન છોડ્યા
India Slams Double Standards On Terrorism યુએનમાં આતંકવાદ મુદ્દે બેવડા માપદંડો અપનાવવા સામે ભારત આકરું માનવાધિકાર પરિષદમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા કરી તાકીદ
US Midterm Elections Indian American Voters અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ભારતીયઅમેરિકન મતદારો કેન્દ્રસ્થાને; ઉમેદવારો મંદિરો, દિવાળી કાર્યક્રમો અને રેસ્ટોરન્ટ્સ મારફતે કરી રહ્યા છે પ્રચાર
China Stock Market Crashed શી જિનપિંગના અબજો ડોલરના પેકેજ પણ નિષ્ફળ! ચીની શેર વેચીને ભાગી રહ્યા છે રોકાણકારો; માર્કેટમાં ઐતિહાસિક મંદી
Exit mobile version