Site icon News Continuous Bureau | Mumbai

CENTCOM IDF Secret Meeting Iran: ઈઝરાયેલનો ‘ઓપરેશન ઈરાન’ પ્લાન તૈયાર! અમેરિકી જનરલ સાથેની મુલાકાત બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા, જાણો શું છે રણનીતિ.

CENTCOM IDF Secret Meeting Iran: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: એડમિરલ બ્રેડ કૂપર અને લેફ્ટનન્ટ જનરલ એયાલ જમીર વચ્ચે રણનીતિક મુલાકાત; ઈરાનના હથિયાર કાર્યક્રમને નેસ્તનાબૂદ કરવા પર ભાર.

Secret Meeting Between CENTCOM Chief and IDF Head Ground Operation Plans for Iran Discussed; Focus on Dismantling Weapons Program.

Secret Meeting Between CENTCOM Chief and IDF Head Ground Operation Plans for Iran Discussed; Focus on Dismantling Weapons Program.

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, પરંતુ હવે આ જંગ ‘ગ્રાઉન્ડ ઓપરેશન’ એટલે કે જમીની લડાઈ તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના વડા એડમિરલ બ્રેડ કૂપર અને ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) ના ચીફ એયાલ જમીર વચ્ચે એક અત્યંત મહત્વની ગુપ્ત બેઠક યોજાઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં મુખ્યત્વે બે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રથમ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વર્તમાન સ્થિતિ અને આગામી દિવસોની રણનીતિ. બીજું, ઈરાનની મિસાઈલ અને હથિયારો બનાવવાની ક્ષમતાને કાયમી ધોરણે કેવી રીતે ખતમ કરવી. અમેરિકા અને ઈઝરાયેલ એ વાતની ખાતરી કરવા માંગે છે કે ઈરાન ભવિષ્યમાં ફરી ક્યારેય ખતરનાક હથિયારો બનાવવાની સ્થિતિમાં ન રહે.

Join Our WhatsApp Channel

જમીની હુમલાની તૈયારી કેમ?

પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ વિભાગ) અત્યારે ઈરાનમાં કેટલાક અઠવાડિયા સુધી ચાલી શકે તેવા લાંબા ગાળાના ગ્રાઉન્ડ ઓપરેશનની યોજના બનાવી રહ્યું છે. ‘વોશિંગ્ટન પોસ્ટ’ ના અહેવાલ મુજબ, જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધને વધુ તેજ કરવાનો આદેશ આપે, તો અમેરિકી સેના કોઈપણ ક્ષણે જમીની ચઢાઈ માટે તૈયાર રહે તેવો આ આદેશ છે.

આ સમાચાર પણ વાંચો :  Bhoot Bangla New Release Date: ફ્લોપ જવાનો ડર કે ‘ધુરંધર 2’ ની સુનામી? અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ હવે આ દિવસે થશે રિલીઝ, ફેન્સ થયા નિરાશ

હવાઈ હુમલાથી આગળ વધવાની રણનીતિ

૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખમેનેઈ સહિત ડઝનબંધ ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયા છે. પરંતુ હવે જમીની હુમલાની તૈયારી એ વાતનો સંકેત છે કે આ યુદ્ધ એક નવા અને અત્યંત ખતરનાક મોડ પર આવી ગયું છે.

ટ્રમ્પની ડેડલાઇન અને ભવિષ્ય

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખોલવા માટે ૧૦ દિવસની ડેડલાઇન આપી છે. જો ઈરાન ન નમે, તો તેના ઉર્જા મથકો અને યુરેનિયમ પ્લાન્ટ્સ પર સીધો હુમલો થઈ શકે છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર એ વાત પર છે કે શું અમેરિકી સૈનિકો ઈરાનની ધરતી પર પગ મૂકશે કે પછી રાજદ્વારી રીતે કોઈ ઉકેલ આવશે.

 

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version