ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા ના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તેમણે સમા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂ આપવા જણાવ્યું કે કાશ્મીરમાંથી ધારા 370 ખસેડવાના કારણે પાકિસ્તાનને કોઈ તકલીફ નથી. પાકિસ્તાન ને માત્ર ધારા 35a થી તકલીફ છે. કારણ કે આ ધારાને કારણે કાશ્મીર પોતાની આઇડેન્ટિટી ગુમાવી દેશે અને ત્યાં ઘણા મોટા બદલાવ આવશે.
પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…
તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રીતે સક્ષમ દેશ છે અને આથી આ બંને દેશ વચ્ચે ચર્ચા સિવાય બીજો કોઈ માર્ગ બચતો નથી.
આમ કાશ્મીરમાંથી ધારા 370 ખસ્યા ના ૨૧ મહિના પછી પાકિસ્તાને તે આ બાબતે કુણૂ વલણ લીધું છે.